પીરિયડ્સના નામ પર પરંપરા બની ગઇ છે આ બાબતો, જાણીને લાગશે નવાઇ

0 2

પીરિયડ્સનું નામ સાંભળતા જ સામાન્ય રીતે ભારતના લોકો ચોંકી જતાં હોય છે અને આમથી તેમ ખસવા લાગે છે. કેટલીક વાર તમે તમારા પપ્પા સામે આ વાત કરી શકો છો? શું તમને કોઇ તમારા ભાઇ કે પપ્પા એ કોઇ દિવસ પીરિયડ્સ દરમિયાન પૂછ્યું છે તબિયત કેવી છે? મોટાભાગની છોકરીઓનો જવાબ ના જ હશે.

શું તમે વિચાર્યું છે આ એક શારીરિક પ્રક્રિયા છે જે દર મહિને દુનિયાની દરેક મહિલા સાથે થાય છે. તો એના માટે આપણે ખુલીને વાત કરતાં અચકાઇએ છીએ શું કામ? શું કામ આપણી મમ્મીઓ આપણને એ દિવસોમાં ધ્યાન રાખવાનું કહે છે કે આ વાત માટે કોઇને જાણ થાય નહીં. એના કેટલાક કારણ છે. એ છે આપણા ભારતીય સમાજની સંરચના જેમા પીરિયડ્સ પર વાત કરવાનો નિષ્ધ માનવામાં આવ્યો છે.

એની સાથે પીરિયડ્સને લઇને આપણા ઘરોમાં કેટલીક ખોટી વાતો સામાન્ય રીતે સાંભળવા મળે છે. જેમાં આપણામાંથી કેટલીક છોકરીઓ આંખ બંધ કરીને સાંભળે છે અને એવી છોકરીઓ સાથે તમે વિવાદ પણ કરી શકતાં નથી. તેમણે આ સત્ય પર વધારે વિશ્વાસ હોય છે. અહીંયા અમે તમને એમાંથી કેટલીક વાતો માટે જણાવી રહ્યા છીએ જેનો સાયન્સ અને સત્ય સુધી કોઇ સંબંધ નથી.

1. પીરિયડ્સના સમયે છોકરીઓએ અથાણું અડવું જોઇએ નહીં, એમના અડવાથી અથાણું ખરાબ થઇ જાય છે.

2. પીરિયડ્સના દિવસોમાં શેમ્પૂ કરવું જોઇએ નહીં એનાથી સીધી યૂરેટ્સ પર અસરન પડે છે અને બાદમાં માં બનાવાની સમસ્યા ઉઠાવવી પડે છે.

3. આ દિવસોમાં તમે રસોડામાં પણ જઇ શકતા નથી કારણ કે જો તમે રસોડામાં જશો તો ખાવાનું અશુદ્ધ થઇ જશે.

4. આવા દિવસોમાં તમારે મંદિર જવા અને પૂજા કરવા માટે પણ મનાઇ હોય છે કારણ કે જો તમે મંદિરની આસપાસ પણ ગયા તો ભગવાન અને મંદિર અશુદ્ધ થઇ જશે.

5. ભારતમાં કેટલાક ભાગોમાં એવું માનવામાં આવે છે કે આ દિવસોમાં પુરુસો સાથે કોઇ પણ પ્રકારની ઇન્ટરેક્શન કરી શકાય નહીં કારણ કે જો તમે એમને અડી જાવ તો એ બીમાર પડી શકે છે.

6. તમને અથાણા અડવા પર નહીં પરંતુ ખાવા પર પણ મનાઇ કરવામાં આવે છે. કારણ કે ખાટી વસ્તુ ખાવાથી તમે બીમાર પડી શકો છો.

7. જો તમે પીરિયડ્સમાં હોય તો તમારે એક્સરસાઇઝ કરવી જોઇએ નહીં. એનાથી તમારા શરીર પર ખરાબ અસર પડે છે.

8. આ સમયે છોકરીઓને જમીન પર સૂવા મજબૂર કરવામાં આવે છે. એવા તર્ક સાથે કે એમના પલંગ પર સૂવાથી પથારી અછૂત થઇ જાય છે.

આ વાતો લોકો વર્ષોથી ફોલો કરીને ચાલ્યા આવ્યા છે. જૂના જમાનામાં જ્યારે છોકરીઓ પાસે ખરાબ રીતે કામ કરાવવામાં આવતું હતું તો આ એવો સમય હતો કે એમને આરામ કરવાનો ચાન્સ મળતો હતો. રસોડામાં ના જવા દેવા માટેનો અર્થ કે કોઇ કામ ના કરાવવું. પરંતુ પછીથી લોકો એને અછૂત માનવામાં આવતું રહ્યું.

loading...

Leave A Reply

Your email address will not be published.