વધુ પડતા ખીલ થવાથી ડિપ્રેશનનું જોખમ પણ વધે

આમ તો ચહેરા પર ખીલ થવા એ જુવાની ફૂટી નીકળ્યાની નિશાની કહેવાય છે, પરંતુ જો આ ખીલની સમસ્યા મોટી ઉંમરે લાંબા સમય સુધી રહે તો એ મૂડ ડિસઓર્ડર વધવાનું લક્ષણ છે. નિષ્ણાતોનું કહેવું છે કે એકથી વધુ વર્ષ સુધી ખીલ રહે તો એનાથી ડિપ્રેશનનું જોખમ ૬૩ ટકા જેટલું વધી જાય છે.

ખીલ થયા કરે તો પાંચ વર્ષની અંદર મેજર ડિપ્રેશન ડેવલપ થઈ શકે છે. અભ્યાસકર્તાઓનું કહેવું છે કે જ્યારે દરદી ખીલની સમસ્યા લઈને આવે છે ત્યારે તેના મૂડમાં આવતા ઉતાર-ચઢાવને પણ સારવાર દરમિયાન સમજવા જોઈએ.

You might also like