Categories: India

ઉત્તરપ્રદેશના એક ગામના લોકો વીજ જોડાણ કાપી નખાવા ઇચ્છે છે

નવી દિલ્હી: લોકો જે રાજ્યમાં દર વર્ષે ગરમીના દિવસોમાં વીજળીના કાપથી પરેશાન રહે છે અે જ રાજ્ય ઉત્તર પ્રદેશના એક ગામના લોકો ઇચ્છે છે કે તેમના ગામમાંથી વીજળી કાપી નાખવામાં અાવે. ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લાથી ૩૦ કિલોમીટર દૂર સ્થિત ગણપતપુર ગામના લોકોને શરૂઅાતમાં વીજળી મળતાં ખૂબ જ ખુશી થઈ હતી પરંતુ તેઅો ખૂબ જ જલદી તેનાથી કંટાળી ગયા.

ગામના લોકોમાં વીજળીને લઈને ઉદાસી મેન્ટેનન્સની કમીના કારણે ઉદ્ભવી છે. ગલીઅોમાં નીચે સુધી લટકી રહેલા તાર લોકો માટે માથાનો દુખાવો બની ગયા છે. ઘણી વાર અા લટકતાં તારને લીધે લોકોનો જીવ જતાે જતાે બચ્યો છે. અા ઉપરાંત અા તાર ટકરાવવાથી ઉદ્ભવતા તણખાથી પાકને પણ નુકસાન પહોંચે છે. થોડા દિવસ પહેલા એક ટ્રક અા તારમાં ફસાઈ ગઈ અને તેમાં રહેલા ૧૨ લોકોનો જીવ જતાે જતાે બચ્યો. લગભગ ૧૨૦૦ની વસ્તીવાળા ગણપતપુર ગામમાં લોકો ખેડૂત છે જેઅો તારને જીવલેણ માની રહ્યા છે.

ગામના એક વૃદ્ધ રાજકુમાર પટેલે જણાવ્યું કે ૨૦૦૮માં જ્યારે ગામમાં પહેલીવાર વીજળી અાવી ત્યારે ખૂબ જ ખુશ હતા. પરંતુ અમારી ખુશીઅો ખૂબ જ જલદી અોછી થવા લાગી. વીજળી વિભાગમાંથી અહીં કોઈ પણ વ્યક્તિ મેન્ટેનન્સ માટે અાવતું નથી. અહીં કોઈ પણ ફોલ્ટ હોય તો પણ યોગ્ય કરાતો નથી. તેનું પરિણામ અે અાવ્યું છે કે તારની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે.

અા ઉપરાંત પટેલે જણાવ્યું કે હાઈટેન્શન લાઈનની ઊંચાઈ પણ ખૂબ જ અોછી છે તેના કારણે અમારાં ખેતરો પણ સુરક્ષિત નથી. કોઈ પણ વ્યક્તિ તારને સરળતાથી અડી લે તેમ છે. ખાસ કરીને ડ્રાય સિઝનમાં અા તાર ખતરારૂપ બની જાય છે. અા વર્ષે ફેબ્રુઅારી મહિનામાં એક સ્થાનિક ખેડૂતના શેરડીના પાકમાં અા તારમાંથી અાવેલા તણખાઅોના કારણે અાગ લાગી ગઈ. ખેડૂત સર્વેશકુમારે વીજળી વિભાગ સમક્ષ ઘણી વાર અરજી કરી પરંતુ તેને અત્યાર સુધી કોઈ વળતર મળ્યું નથી.

Krupa

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

2 days ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

2 days ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

2 days ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

2 days ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

2 days ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

2 days ago