J&kમાં અધિકારીઓનું ફરમાન, એન્કાઉન્ટર વાળી જગ્યાથી દૂર રહે પ્રજા

શ્રીનગરઃ મળતી માહિતી મુજબ શ્રીનગર, બડગામ અને શૌપિયા જિલ્લાના સત્તાધિશોએ લોકોને કોઇ પણ પ્રકારનું નુકશાન ન થાય તે માટે ભીડ ન કરવાનું જણાવ્યું છે. જ્યાં સુરક્ષાકર્મી અને આતંકિયો વચ્ચે ઘર્ષણ થઇ રહ્યું હોય,  તે જગ્યાથી દૂર રહેવા જાહેરજનતાને સૂચના આપવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે ત્રણ જિલ્લીઓમાં ઘર્ષણના સ્થળથી ત્રણ કિલોમીટરના વિસ્તારને પ્રતિબંધીત જાહેર કરવામાં આવ્યો છે. જો કે એમ્બ્યુલન્સ, મેડિકલ અને પેરામેડિકલ સાથે સરકારી કર્મચારીઓને તે સ્થળ પર જવામાં કોઇ જ પાબંદી નથી.

આ નિર્ણય સેના પ્રમુખ જનરલ બિપિન રાવતના એ નિવેદન બાદ લેવામાં આવ્યો છે, કે જ્યારે કાશ્મીરમાં આંતકવાદી અભિયાનો દરમ્યાન પથ્થરમારો કરી રહેલા નાગરિકોને દેશ વિરોધી ગણવામાં આવ્યા હતા અને તેમની સાથે પણ આ જ રીતનું વર્તન કરવામાં આવે. જનરલ રાવે જણાવ્યું કે આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બાંદિપુરમાં એક એન્કાઉન્ટર દરમ્યાન સૈનિકો અને સામાન્ય લોકો વચ્ચે પથ્થરમારો થયો હોવાની ઘટના સામે આવી હતી.

પથ્થરબાજોની મદદથી આતંકીઓસુરક્ષાદળો પર હાથગોળા ફેકવામાં અને ફાયરિંગ કરવામાં સફળ રહ્યાં હતા. જેના કારણે ત્રણ જવાન શહિદ થયા હતા, જ્યારે અનેક ઘાયલ થયા હતા. હાલના દિવસોમાં સુરક્ષાદળો અને આતંકિયો વચ્ચે ઘર્ષણમાં સ્થાનીક લોકો દ્વારા પથ્થર મારાના અને કામમાં બાધક બનવાના કિસ્સા સામે આવ્યાં છે. આ પહેલાં જમ્મુ-કશ્મીરી એસપી વૈદ્યે ઘાટીના યુવાનોને એન્કાઉન્ટ વાળી જગ્યા અને પથ્થરબાજીથી દૂર રહેવા જણાવ્યું હતું.

http://sambhaavnews.com/

You might also like