USમાં ભારતીયની હત્યાનાં વિરોધમાં યોજાયેલ રેલીમાં સેંકડો લોકો જોડાયા

હ્યુસ્ટન : અમેરિકાના કંસાસમાં ભારતીય એન્જિનિયરની હત્યાનાં વિરોધમાં પ્રદર્શન કરાયું હતું. કંસાસ સિટીમાં શાંતિ માર્ચ અને પાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં મોટા પ્રમાણમાં લોકો જોડાયા હતા. દરમિયાન લોકોએ શ્રીનિવાસ કુચભોચલાની હત્યાની નિંદા પણ કરી હતી.

પ્રદર્શનકર્તાઓએ હાથમાં ફોટો અને બેનર સાથે શાંતિના નારા લગાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, 22 ફેબ્રુઆરીની રાત્રે શ્રીવાસનની ગોળી મારી મારી હત્યા કરવામાં આવી હતી. સમાચાર એઝન્સીનાં અનુસાર કંસાસ સિટીમાં શાંતિ યાત્રા અને પ્રાર્થનાસભા રવિવારે યોજાઇ હતી.

પ્રદર્શનકર્તાઓએ લેટ અસ નોટ લીવ ઓવર ચિલ્ડ્રન અને યુનિટી ઇઝ પાર્ટ ઓફ કોમ્યુનિટીનાં નારા લગાવ્યા હતા. હાથમાં કેન્ડલ્સ અને સાઇનબોર્ડ સાથે લોકોએ નફરતની રાજનીતિને સપોર્ટ નહી કરવા જણાવ્યું હતું.

શાંતિમાર્ચમાં મૃતક શ્રીનિવાસ કુચીભોતલાનાં મિત્રો પણ જોડાયા હતા. જેમાંથી એક નજીકનાં મિત્ર આલોક મદસાની ઘોડીના સહારે રેલીમાં આવ્યા હતા. અત્રે નોંધનીય છે કે ટ્રમ્પની વિરુદ્ધ અમેરિકામાં જ એક જુવાળ જોવા મળી રહ્યો છે.

You might also like