Facebook નો જાદુ યુઝર્સ પરથી થઇ રહ્યો છે ઓછો…

ફેસબુક યુઝર્સની સંખ્યા ૨.૧૩ અબજ પર પહોંચી છે, પરંતુ યુઝર્સનો રસ ધીમે ધીમે ઓસરી રહ્યો છે અને એથી લોકો ફેસબુકની સાઈટ પર લાંબો સમય નથી વિતાવતા. આ માટેનું મુખ્ય કારણ ફેસબુકના ન્યૂઝ ફીડ ફીચરમાં થયેલો ફેરફાર છે. આ ફીચર હેઠળ હવે વાઈરલ વીડિયો ઓછા બતાવવામાં આવે છે.

ફેસબુક પર સમય વિતાવવાના સમયમાં રોજના પાંચ કરોડ કલાકના હિસાબે ઘટાડો નોંધાયો છે, જોકે કંપનીના નફામાં ઘટાડો નોંધાયો નથી. ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગના કહેવા મુજબ ફેસબુકના માધ્યમથી લોકો એકમેક સાથે જોડાઈ રહે એ મહત્ત્વનું છે, લોકો ફેસબુક પર વધુ સમય વિતાવે એ નહીં. ફેસબુકની સર્વિસ લોકોના ભલા અને સમાજના વિકાસ માટે છે.

You might also like