Whatsapp પર ત્રણ મહિનામાં દુનિયાભરના લોકોએ 8500 કરોડ કલાક વીતાવ્યા

સાનફ્રાન્સિસ્કો: સેંકડો સોશિયલ મીડિયા પ્લેટફોર્મની વચ્ચે વોટ્સએપનો ક્રેઝ સતત વધી રહ્યો છે. ફોર્બ્સ મેગેઝિને સોમવારે આ સંબંધિત એક રિપોર્ટ જારી કર્યો. જે મુજબ સમગ્ર દુનિયાના લોકોએ છેલ્લા ત્રણ મહિનામાં માત્ર વોટ્સએપ પર ૮પ૦૦ કરોડ વિતાવ્યા. આ મુજબ પૃથ્વી પર દુનિયામાં દરેક વ્યકિતએ ત્રણ મહિનામાં ૧૧.૪રપ કલાક વોટ્સઅપનો ઉપયોગ કર્યો.

દુનિયામાં હાલમાં ૧.પ અબજ લોકો આ એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યા છે. આટલા સમયમાં ૩,૦૦૦ કરોડ કલાક લોકોએ ફેસબુક પર વીતાવ્યા. ફોર્બ્સ માટે આ ડેટા એકઠો કરનારી કંપની એપટોડિયાના પ્રવકતા એડમ બ્લેકરના જણાવ્યા મુજબ ટોપ ટેન સોશિયલ મીડિયા એપ્સ વોટ્સએપ, વિચેટ, ફેસબુક, મેસેન્જર, પંડોરા, યુ ટયૂબ, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, ગૂગલ મેપ્સ અને સ્પોટિફી છે.

તેમણે જણાવ્યું કે આ રિપોર્ટમાં ચીનના થર્ડ પાર્ટી એન્ડ્રોઇડ એપ સ્ટોર્સ, વિચેટ અને અન્ય ચીની એપ્સ સામેલ નથી. જ્યારે વિચેટ દુનિયામાં બીજી સૌથી વધુ ઉપયોગમાં લેવાતી એપ્લિકેશન છે. મોબાઇલ ગેમ્સની વાત કરીએ તો કલેશ ઓફ કલેન્સ આ લિસ્ટમાં ટોપ પર છે.

ત્રણ મહિના દરમિયાન યુઝર્સ આ ગેમ ૩૮૩ કરોડ કલાક રમી ચૂકયા છે. ત્યાર બાદ ટોકિંગ ટોમ, કેન્ડિક્રશ સાગા, ફોર્ટિનાઇટ, લોર્ડસ મોબાઇલ, સબવે સફર્સ, હેલિકસજમ્પ, સ્લિથર ડોટ આઇઓ, પ્યૂબ મોબાઇલ અને ફિશડમનો નંબર આવે છે. રિપોર્ટ મુજબ માત્ર અમેરિકાના લોકો રોજ સાડા ત્રણ કલાક મોબાઇલ પર વીતાવે છે.

You might also like