Paytmમાં છવાયા મોદી… Paytm વોલેટ સર્વિસમાં 435 ટકાનો ઉછાળો

નવી દિલ્હીઃ 500 અને 1000 રૂપિયાની નોટો બંધ થતા ઓનલાઇન પેમેન્ટ સર્વિસ આપનાર કંપની પેટીએમના કારોબારમાં 435 ટકાનો ઉછાળો આવ્યો છે. ત્યારે પેટીએમ પ્રધાનમંત્રી આ નિર્ણયને વધાવવા માટે કોઇ જ મોકો છોડી નથી રહ્યું. રિલાયન્સ જિયોની જેમ પેટીએમએ ગુરૂવારે હિંદી અને અંગ્રેજીમાં અનેક પેપરોમાં પહેલા પાના પર પ્રધાનમંત્રી મોદીના ફોટા સાથે ફૂલ પેજની એડ છપાવી છે. આ સાથે જ પેટીએમએ છપડતાથી જ પ્રધાનમંત્રીને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવી દીધા છે.

પેટીએમએ આ નવા નિર્ણયની પીએમ મોદીને શુભેચ્છા પાઠતા લખ્યું છે કે ‘’આઝાદ ભારતની ફાયનાશ્યિલ હિસ્ટ્રીમાં સૌથી મોટું પગલું લેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર. જેની નીચે પેટીએમ દ્વારા પોતાની જાહેરાત કરવામાં આવી છે. આ પહેલાં રિલાયન્સ જીઓએ ડિજિટલ ઇન્ડિયાની આડમાં પોતાની જાહેરાતમાં પ્રધાનમંત્રીને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા હતા.  જેની સોશિયલ મીડિયા પર ખૂબ જ ટીકા કરવામાં આવી હતી.

પેટીએમના કારોબારમાં મંગળવાર સાંજથી 500 અને 1000 રૂપિયાની નોટના પ્રતિબંધને પગલે 435 ટકાનો ઉછાળો આવ્યો છે. મંગળવારે મોડી રાત્રે જૂની નોટોને અવેધ ગણાવવામાં આવી હતી. ત્યારે લાખો લોકોએ ઓનલાઇન પેમેન્ટ માટે પેટીએમ વોલેટનો ઉપયોગ કર્યો હતો. જેનાથી પેટીએમના વપરાશ કરતાની સંખ્યામાં 43 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી.

You might also like