Paytm બેંક થઇ શરૂ, જાણો શું અસર થશે તેની તમારા વોટેલ પર?

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની માન્યતા મળ્યા બાદ ડિજિટલ ટ્રાઝેક્શનની સુવિધા આપનાર પેટીએમ એટલે 23 મેથી પેટીએમ પેમેન્ટ્સ બેંક બની ગઇ છે. આ પેટીએમ પણ દેશના તમામ બેંકોની જેમ જ હશે. એટલે કે પેટીએમ પેમેન્ટ બેંકોમાં પણ બચત ખાતા ખોલવામાં આવશે. પૈસા જમા કરી શકાશે ગ્રાહકોને ક્રેડિટ કાર્ડ-ડેબિટ કાર્ડ આપવામાં આવશે. ઘીરેઘીરે પેટીએમનું એટીએમ પણ ખોલવામાં આવશે. પેટીએમના ઓફિસમાં એટીએમ પણ લાગશે. કંપનીની યોજના 1 વર્ષમાં દેશમાં 31 બ્રાંચ અને 3000 ગ્રાહક સેવા કેન્દ્રો ખોલવાની છે. બેંકના લોન્ચિંગ સમયે ગ્રાહકોને કેશબેક પણ આપવામાં આવશે. પેટીએમ બેંકમાં 25,000 જમા કરવા પર 250 રૂપિયા કેશબેક મળશે.

કંપની પોતાના વોલેટ યુઝર્સને થોડા સમય પહેલાથી મેસેજ મોકલી રહી છે. જે લોકો પેટીએમ પેમેન્ટ બેંકની સુવિધાઓનો ઉપયોગ નથી કરવા માંગતા તેઓ help@paytm.com પર 23 મે પહેલા મેલ કરીને બહાર થવાનો વિકલ્પ પસંદ કરી શકે છે. જો ગ્રાહક તેમ નહીં કરે તો પેટીએમ વોલેટ તેની જાતે જ પેટીએમ પેમેન્ટ બેંકમાં બદલાઇ જશે. એટલે 23 મેથી તમામ પેટીએમ વોલેટ પેટીએમ પેમેન્ટ બેંકમાં પરિવર્તિત થઇ જશે.

હવેથી પેટીએમ વોલેટના પૈસા પેટીએમ પેમેન્ટમાં ટ્રાન્સફર થઇ જશે. જો તમે વોલેટના પૈસાને પેટીએમ પેમેન્ટમાં ટ્રાન્સફર કરવા નથી માંગતા તો 23મે અંતિમ દિવસ છે. એટલે કે આજે રાત્રે 12 વાગ્યા પહેલાં વોલેટના પૈસાને પોતાની બેંકમાં ટ્રાન્સફર કરી દેવાશે. ટ્રાન્સફર કરવા માટે પેટીએમ એપમાં પોતાના પાસબુક સેક્શનમાં જવાનું રહેશે. જ્યાં તમારે બેંકમાં પૈસા ટ્રાન્સફર કરવાનો વિકલ્પ આપવામાં આવશે. ત્યાર બાદ બેંક એકાઉન્ટ નંબર, નામ અને IFSC કોડ આપવાનો રહેશે. ત્યાર બાદ તમારા પૈસા તમારા એકાઉન્ટમાં આવી જશે.

http://sambhaavnews.com/

You might also like