Paytm અને ICICI બેંક વચ્ચે કરાર, 20હજાર સુધીની લૉન મળશે વગર વ્યાજે

પ્રાઈવેટ સેક્ટરના બેંક ICICIએ Paytm સાથે મળીને એક કરાર કર્યો છે, જેના અંતર્ગત વગર વ્યાજે હવે લોન આપવામાં આવશે. જો કે તેના માટેની શરત એ છે કે, તમારે ICICI બેંકના ગ્રાહક હોવું જરૂરી છે.

ICICI બેંકના ગ્રાહક હોવ તો તમે 20 હજાર રૂપિયા સુધીની ખરીદારી Paytm દ્વારા લોન લઈને કરી શકો છો. તમારે આ રૂપિયા પર 45 દિવસો સુધી કોઈ વ્યાજ
આપવાનું રહેશે નહીં.

આ સ્કીમ પ્રમાણે હવે રોજબરોજની કોઈપણ ચીજ ખરીદી તેનું પેમેન્ટ કરવા માટે 20,000 રૂપિયા સુધી ડિઝિટલ ક્રેડિટ મળશે. આ નવી સ્કીમને પોસ્ટપેઈડ નામ આપવામાં આવ્યું છે. જેની મદદથી હવે ગ્રાહકો પોતાની જરૂરિયાતની ચીજો જેવી કે, ઈલેક્ટ્રીક બિલ, પાણીનું બિલ, ગ્રોસરીનું બિલ ડિઝિટલ ક્રેડિટ પર મળેલ આ લોનથી કરી શકશો.

બેંક પ્રમાણે, 45 દિવસ સુધી જો પૈસા પાછા આપવામાં ન આવે તો ગ્રાહકને 50 રૂપિયા લેટ ફી અને 3 ટકા વ્યાજ સાથે રકમ પરત કરવી પડશે. Paytm અને
આઈસીઆઈસીઆઈ બેંક પોસ્ટપેઈડ નામનું ડિઝિટલ ક્રેડિટ એકાઉન્ટ તરત જ એક્ટિવેટ થઈ જશે અને બેંક તરફથી ગ્રાહકોને તરત જ પૈસા ટ્રાન્સફર કરી આપવામાં આવશે.

એક વખતની લોન ચૂકતી થાય પછી જ બીજી લોન મળી શકશે. આ સ્કીમ હેઠળ આઈસીઆઈસીઆઈ બેંકના ગ્રાહકોને 3000 રૂપિયાથી લઈને 20,000 રૂપિયા સુધીની ક્રેડિટ મળી શકે છે.

You might also like