Patymના CEO પાસે રિક્ષાચાલકે માંગ્યા 50 રૂપિયા, તો CM અખિલેશે ગિફ્ટ કર્યું ઘર

લખનઉઃ દિવાળીનો પર્વ લખનઉના આ રીક્ષા ચાલક માટે એકદમ ખાસ બની ગયો. રીક્ષા ચલાવીને પોતાના ઘરનું ગુજરાન ચલાવતા રીક્ષા ચાલકને ઉત્તર પ્રદેશના સીએમ અખીલેશ યાદવે ઘર ગિફ્ટમાં આપી દીધું. લખનઉના રીક્ષાચાલક મણિરામનું નસીબ કેવી રીતે ચમક્યું તે અંગે વિસ્તારથી કહીંએ તો paytmના સીઇઓ વિજય શેખર  ટ્રાફિકમાં ફસાઇ જતા રિક્ષામાં સીએમ અખીલેશના ઘરે ગયા હતા. મણિરામે જ્યારે ભાડાના 50 રૂપિયા લઇને તેઓ સીએમના ઘરેથી પસાર થઇ રહ્યાં હતા. ત્યારે સીએમએ તેમને રોક્યા અને એક ઘર ગિફ્ટમાં આપ્યું, સાથે જ 6 હજાર રોકડા પણ આપ્યા હતા. સાથે જ તેમને ઇ રિક્ષા પણ ગિફ્ટમાં આપી હતી. આ અંગે ખુદ અખીલેશે માહિતી ટવિટર દ્વારા લોકોને આપી છે.

paytmના સીઇઓ અને યશ ભારતી એવોર્ડથી સન્માનિત વિજય શેખર ગઇ કાલે સીએમ અખિલેશ યાદવને મળવા માટે નિકળ્યા હતા. કાર ટ્રાફિકમાં ફસાતા, મોડુ ન થાય તે માટે તેઓ સંકોચ વગર રીક્ષામાં બેસીને સીએમ હાઉસ ગયા હતા. તેમણે કાલીદાસ માર્ગ પર રસ્તાના કિનારે ઉભેલા મણિરામને અવાજ લગાવી કહ્યું સીએમ હાઉસ ચલો ગે. તેમણે ઝડપથી હા પાડી દીધી. તેમને તે ખબર ન હતી કે તેઓ જે વ્યક્તિને સીએમ હાઉસ લઇ જઇ રહ્યાં છે તે 7000 કરોડથી વધારે પ્રોપર્ટીના માલિક છે.

રીક્ષાચાલક તો સીએમ હાઉસની બહારથી જ પરત જવા માંગતા હતા પરંતુ વિજયે તેમને અંદર સુધી છોડવા જળાવ્યું. સિક્યોરિટી વાળાએ પહેલાં તો રિક્ષા સીએમ હાઉસમાં લઇ જવાની ના પડી પછી ખાસ્સી પૂછ પરછ બાદ અંદર લઇ જવા દેવામાં આવી. વિજયે ભાડાના પૈસા આપ્યા અને રીક્ષાચાલક ચાલવા લાગ્યા ત્યારે સીએમએ તેમને પરત બોલાવી ઘર, ઇરીક્ષા અને 6 હજાર રૂપિયા રોકડા ગિફ્ટમાં આપ્યાં.

You might also like