Categories: Gujarat

મહેસાણા ખાતે ભાજપના સમર્થનમાં પાટીદાર સંકલન સમિતિની રેલી, PAAS એ આપી ચિમકી

હાલમાં રાજ્યમાં ચૂંટણીના માહોલ ગરમાઈ રહ્યો છે, એવામાં પાટીદારો પણ ખુલ્લંખુલ્લા સામે આવી ગયા છે. એવામાં મહેસાણા ખાતે આજે પાટીદાર સંકલન સમિતિ દ્વારા મહારેલી યોજવામાં આવશે.

જો કે આ રેલીની ખાસિયત એ છે કે પાટીદાર સંકલન સમિતિ દ્વારા આ રેલી ભાજપના સમર્થનમાં યોજવામાં આવી રહી છે. ભાજપના સમર્થનમાં હજારોની સંખ્યામાં આ રેલીમાં પાટીદારો જોડાશે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે આ વખતે ચૂંટણી માટે મહેસાણામાંથી ભાજપ દ્વારા નીતિન પટેલને ટિકીટ આપવામાં આવી છે, જેઓ એક પાટીદાર છે.

બીજી તરફ PAAS દ્વારા આ રેલીમાં પાટીદારોને ન જોડાવવાની અપીલ પણ કરવામાં આવી છે. ઉપરાંત પાસ દ્વારા ભાજપના સમર્થનમાં નીકળી રહેલી આ રેલીમાં જોડાતા પાટીદારોનો બહિષ્કાર કરવામાં આવશે, તેવી ચીમકી પણ આપવામાં આવી છે.

રાધનપુર રોડ પર બાયપાસ સર્કલથી ભાજપના સમર્થનમાં પાટીદાર સંકલન સમિતિની રેલી નીકળશે, જેમાં હજારોની સંખ્યામાં પાટીદારો જોડાય તેવી શક્યતા તો છે. બીજી તરફ આજે હાર્દિક પટેલે પણ માણસા ખાતે મહારેલીનું આયોજન કર્યું છે. હાર્દિકે માણસા ખાતે સભા રાખી છે, જેમાં મોટી સંખ્યામાં પાટીદારોને આવવા માટે હાંકલ કરી છે.

હાર્દિક પટેલને માણસા ખાતે મંજૂરી મળી જતાં હાર્દિકે ટ્વિટ કર્યું છે કે, ‘ચાલો, માણસા મંજૂરી મળી ગઈ છે. હવે તો જોશ છે, તાકાત છે. બતાવી દો તાકાત ગુજરાતની જનતા. અમારા અધિકાર માટે ઈન્કલાબ જિંદાબાદ.’

Navin Sharma

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

2 days ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

2 days ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

2 days ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

2 days ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

2 days ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

2 days ago