Categories: Gujarat

‘પાસ’ના અગ્રણીઓ અમદાવાદમાં આમરણ ઉપવાસ પર બેઠા

અમદાવાદ: હાર્દિક પટેલ સહિતના પાસના અગ્રણીઓ તથા આંદોલનકારીઓને જેલમાંથી મુક્ત કરાવવાની માગણી સાથે આજથી બે પાટીદાર સરકાર ઉપર પ્રેશર ઊભું કરવા આમરણ ઉપવાસ પર બેઠા છે. પાટીદાર અનામત આંદોલન આજથી ફરી ઉપવાસ કાર્યક્રમ સાથે શરૂ થયું છે. નિકોલ અને વસ્ત્રાલ ખાતે પાસના દિનેશ પટેલ અને આશિષ પટેલ અનશન ઉપર ઊતર્યા છે. સરકાર તમામ પાટીદારોને જેલમુક્ત નહીં કરે ત્યાં સુધી ઉપવાસ ચાલુ રાખશે તેમ પાસના આગેવાન અતુલ પટેલે જણાવ્યું હતું.

અનામતની માગણીને હાલ પૂરતી એક બાજુુ રાખી પાટીદારો હાર્દિક સહિતના આંદોલનકારીઓને છોડાવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. રાજદ્રોહના ગુનામાં જેલવાસ ભોગવી રહેલા આંદોલનકારીઓને છોડાવવા એક તબક્કે ઉપવાસ અને પ્રતીક ધરણાંનું આયોજન કરાયું હતું, પરંતુ સરકાર સાથે વાટાઘાટો શરૂ થતાં પારણાં કરી લીધાં હતાં.

હવે સરકાર સાથેની વાટાઘાટો પછી આંદોલનકારીઓને છોડવા અંગેનો કોઇ નિર્ણય નહીં લેવાતાં પાટીદારોએ ફરીથી રાજ્યવ્યાપી કાર્યક્રમ શરૂ કરવાની જાહેરાત કરી છે. જ્યાં સુધી હાર્દિક પટેલ સહિતના આંદોલનકારીઓને જેલમુક્ત નહીં કરાય ત્યાં સુધી બંને પાટીદારો આજથી આમરણ ઉપવાસ ચાલુ રાખશે તેવી જાહેરાત પાસના સહકન્વીનર નિખિલ સવાણીએ કરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યભરની એક લાખથી વધુ પાટીદાર મહિલાઓ પણ અનામત અને આંદોલનકારીઓને જેલમાંથી છોડી મૂકવાની માગ સાથે મહેસાણા ખાતે એકત્રિત થશે, જેમાં ૧પ૦૦થી વધુ મહિલાઓ આગલા દિવસે રાત્રે રપ બસ દ્વારા સુરતથી મહેસાણા આવશે. પાટીદારોની વસ્તી જ્યાં વધુ હોય ત્યાં હાલમાં મહિલા મંડળોની મિટિંગ ર૮ ફેબ્રુઆરીના મહિલા સંમેલન માટે થઇ રહી છે.

પાટણ જિલ્લામાં કુલ ૩૪ કેસ અનામત આંદોલનના નોંધાયા હતા. તેમાંથી ૧૭ ગુનાનો નિકાલ કરી દેવાયો છે. આમ, નવરાત્રિમાં થાળી-વેલ વગાડીને આંદોલનને ટેકો આપનારી મહિલાઓ હવે હાર્દિક સહિતના આંદોલનકારીઓને છોડાવવાની માગને બુલંદ કરવા ર૮ ફેબ્રુઆરીએ મહેસાણામાં મહાસંમેલન કરશે.

divyesh

Recent Posts

માયાવતીએ કોંગ્રેસને આપ્યો ઝટકો, છત્તીસઢમાં જોગી સાથે કર્યું ગઠબંધન

છત્તીસગઢમાં છેલ્લા દોઢ દાયકાથી સત્તા પર રહેલી ભાજપ સરકાર રાજ્યમાં પોતાની સત્તા બચાવવા પ્રયત્ન કરી રહી છે ત્યારે કોંગ્રેસ સત્તામાં…

9 hours ago

PM મોદી મેટ્રોમાં પહોંચ્યા IICCની આધારશિલા રાખવા, લોકોએ હાથ મિલાવી લીધી સેલ્ફી

દિલ્હીના આઇઆઇસીસી સેન્ટર (ઇન્ટરનેશનલ કન્વેશન એન્ડ એકસ્પો સેન્ટર)ની આધારશિલા રાખવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકવાર ફરી મેટ્રોમાં સવારી કરી હતી.…

10 hours ago

સ્વદેશી બેલેસ્ટિક મિસાઇલનુ સફળ પરીક્ષણ, દરેક મૌસમમાં અસરકારક

સ્વદેશ વિકસિત અને જમીનથી જમીન પર થોડા અંતર પર માર કરનારી એક બેલિસ્ટિક મિસાઇલનું આજરોજ ભારે વરસાદ વચ્ચે ઓડિશાના તટીય…

11 hours ago

ઇજાગ્રસ્ત હાર્દિક પંડયા બહાર, ટીમ ઇન્ડિયામાં ત્રણ ફેરફાર, જાડેજાનો ટીમમાં સમાવેશ

હાલમાં ચાલી રહેલા એશિયા કપની ભારતીય ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. ઇજાગ્રસ્ત હાર્દિક પંડયા ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો છે.…

12 hours ago

એમેઝોન અને સમારાએ રૂ. 4,200 કરોડમાં આદિત્ય બિરલાની રિટેઈલ ચેઈન ‘મોર’ ખરીદી

નવી દિલ્હી: ઇ-કોમર્સની દિગ્ગજ કંપની એમેઝોન અને પ્રાઇવેટ ઇક્વિટી કંપની સમારા કેપિટલે મળીને આદિત્ય બિરલા ગ્રૂપની રિટેલ ચેઇન મોર (More)…

12 hours ago