Categories: India

BSFએ ઘૂસણખોરીની કોશિશ કરનાર શકમંદને ફૂંકી માર્યો

પઠાણકોટ: પંજાબમાં પઠાણકોટના બામિયાલ વિસ્તારમાં બીએસએફે ત્રાસવાદીઓની એક મોટી સાજિશને નિષ્ફળ બનાવી છે. આજે સવારે ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવાની કોશિશ કરી રહેલા એક શકમંદને સીમા સુરક્ષા દળોએ ફૂંકી માર્યો છે, જ્યારે તેના બે સાગરિતો ભાગી જવામાં સફળ રહ્યા હતા.

બીએસએફનાં સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે ભારત પાકિસ્તાન સરહદે આવેલી તાશ ચોકીની નજીક ગાઢ ધુમ્મસનો ગેરલાભ ઉઠાવીને ત્રણ શકમંદ ત્રાસવાદી ભારતીય સરહદમાં ઘૂસવાની કોશિશ કરી રહ્યા હતા. એ વખતે સવારના ચારથી પાંચનો સમય હતો, પરંતુ ઘૂસણખોરો બીએસએફની નજરોથી બચી શક્ય નહીં.

બીએસએફના સૈનિકોએ ચેતવણી આપવા છતાં આ ઘૂસણખોરો રોકાયા નહીં અને તેથી ના છૂટકે બીએસએફના સૈનિકોને ગોળીબાર કરવાની ફરજ પડી હતી. જેમાં એક શકમંદનું મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય બે ઘૂસણખોર ભાગી જવામાં સફળ રહ્યા હતા. આ ઘટના બાદ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારમાં તલાશી લીધી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે પઠાણકોટ એરબેઝ પર હુમલા દરમિયાન ત્રાસવાદીઓ બામિયાલ વિસ્તારથી ભારતીય સરહદમાં ઘૂસ્યા હતા. આ ઘૂસણખોરી રોકી નહીં શકવાને કારણે બીએસએફની ભારે ટીકાઓ થઈ હતી. ગુરુદાસ એટેક સમયે પણ આતંકીઓએ આ જ રૂટ પસંદ કર્યો હતો. આ હુમલા બાદ પઠાણકોટ સહિત સરહદી વિસ્તારોમાં તમામ તકેદારી રાખવામાં આવી રહી છે.

admin

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

1 day ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

1 day ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

1 day ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

1 day ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

1 day ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

1 day ago