VIDEO: પાટણનાં હારીજ ખાતે બે જૂથ વચ્ચે અથડામણ, સારવાર દરમિયાન એકનું મોત

પાટણઃ હારીજ ખાતે બે જૂથ વચ્ચે અથડામણની ઘટના સામે આવી છે. જેમાં એક વ્યક્તિનું મોત થઇ ગયું છે. જો કે સમગ્ર મામલા અંગે જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો અને ટોળાંને વિખેરી આ સમગ્ર મામલાને શાંત પાડયો હતો.

માહિતી એવી મળી રહી છે કે આ જૂથ અથડામણમાં ફાયરિંગ થયું છે. જો કે હારીજ પોલીસે ફાયરિંગ થવાની આ વાતને નકારી કાઢી છે. જો કે આ જૂથ અથડામણ દરમ્યાન એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થઇ ગઇ હતી.

જેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવતા ત્યાં જ તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. જેને લઇ હવે આ મૃતદેહને પાટણ ખાતેની જનતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે આ ઘટનાની જાણ થતાં જ જીલ્લા પોલીસ વડા પોલીસની સમગ્ર ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં. આ સિવાય એસઓજી, એસઆરપી સહિતનો કાફલો અહીં ખડકી દેવામાં આવ્યો હતો.

You might also like