પાટણની રાણકી વાવ ખાનગી કંપનીને સોંપવાની હિલચાલ, ONGCને સોંપાય તેવી શક્યતા

લાલ કિલ્લા બાદ કેદ્રીય પ્રવાસન મંત્રાલય દ્વારા હવે ગુજરાતના ઐતિહાસિક વારસાને ખાનગી કંપનીઓના હાથમાં સોંપવાના સમાચાર સામે આવ્યા છે. વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામેલ પાટણની રાણીકી વાવને હવે ખાનગી કંપનીને દત્તક આપવાની વાત સામે આવતા ચર્ચાનો વિષય બન્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ઓએનજીસી કંપનીને વાવ દત્તક આપવા માટે વાતોઘાટો થઈ રહ્યો છે. તો પાટણ જિલ્લાના પુરાતત્વ વિભાગના જવાબદાર સત્તાધીશો પણ કેમેરા સામે બોલવા તૈયાર નથી. હાલ વાવની મુલાકાતે આવતા મુલાકાતીઓ દ્વારા થતી આવકને ધ્યાનમાં રાખીને વાવને કેમ ખાનગી કંપનીને સોંપવાની જરૂર પડી એ સવાલ સમગ્ર પાટણમાં લોકચર્ચાનો વિષય બન્યો છે.

વરસે દહાડે અહીં ત્રણ લાખથી પણ વધુ સહેલાણીઓ આવીની ધરોહરથી વાકેફ થાય છે. કારણકે જો ખાનગીકરણ થાય તો ટીકીટના દરમાં પણ વધારો થવાની શકયતા છે. સિકયોરિટી સહિત તમામના પેટ પર પાટુ પડી શકે છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ કેન્દ્ર સરકારની એડોપ્ટ એ હેરિટેજ સ્કીમ હેઠળ લાલ કિલ્લો દેશની એવી પ્રથમ ઐતિહાસિક ઈમારત બની ગયો છે કે જેને દાલમિયા જૂથે પાંચ વર્ષના કોન્ટ્રાકટ પર દત્તક લઈ લીધો હતો.

આ સાથે દાલમિયા ગ્રૂપ પણ એવું પહેલું કોર્પોરેટ હાઉસ બની ગયું છે કે જેણે દેશના કોઈ ઔતિહાસિક સ્થળને આ રીતે દત્તક લીધું હોય. આ માટે દાલમિયા જૂથે સરકારને ૨૫ કરોડ ચૂકવી દીધા છે.

એડોપ્ટ એ હેરિટેજ સ્કીમ હેઠળ આગામી દિવસોમાં લાલ કિલ્લા બાદ તાજમહાલને પણ દત્તક લેવામાં આવશે. આ માટે જીએમઆર સ્પોર્ટ્સ અને આઈટીસી તેને દત્તક લેવાના અંતિમ દોરમાં છે. તેથી હવે થોડા સમય બાદ તાજમહાલને પણ કોઈ જૂથ દત્તક લઈ લેશે.

કેન્દ્ર સરકારે આ સ્કીમ ગત વર્ષે સપ્ટેમ્બરમાં લોન્ચ કરી હતી, જેમાં સમગ્ર દેશમાં રહેલી ૧૦૦ ઈમારતોને આ માટે પસંદ કરવામા આ‍વી હતી. આ ઈમારતોમાં તાજમહાલ, કાંગડા ફોર્ટ, કોણાર્કનુ સૂર્યમંદિર અને સતીઘાટ સહિત અનેક સ્થળનો સમાવેશ થાય છે ત્યારે હવે દાલમિયા જૂથે લાલ કિલ્લાને આ રીતે પાંચ વર્ષના કોન્ટ્રાકટ પર દત્તક લીધો છે અને આ રીતે દેશમાં પ્રથમ વાર જ કોઈ ઐતિહાસિક સ્થળને દત્તક લેવાની ઘટના બની છે.

divyesh

Recent Posts

ક્રૂડ ઓઈલ 11 મહિનાની નીચી સપાટીએઃ 6.5 ટકાનો જંગી ઘટાડો

વોશિંગ્ટન: વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ ૧૧ મહિનાની સૌથી નીચી સપાટીએ આવી ગયો છે. ગ્લોબલ આર્થિક મંદી અને સપ્લાય વધવાની…

11 hours ago

CBI વિવાદમાં NSA અ‌જિત ડોભાલનો ફોન ટેપ થયાની આશંકા

નવી દિલ્હી: સીબીઆઇના આંતરિક ગજગ્રાહ વચ્ચે એક ચોંકાવનારી હકીકત બહાર આવી છે. સરકારને એવી આશંકા છે કે કેટલાય સંવેદનશીલ નંબરો…

11 hours ago

મેઘાણીનગરના કેટરરના દસ વર્ષના અપહૃત બાળકનો હેમખેમ છુટકારો

અમદાવાદ: મેઘાણીનગર વિસ્તારના ભાર્ગવ રોડ પરથી ગઇ કાલે મોડી રાતે એક દસ વર્ષના બાળકનું અપહરણ થતાં ચકચાર મચી ગઇ હતી.…

11 hours ago

સાયન્સ સિટીમાં દેશની પહેલી રોબોટિક ગેલેરી ખુલ્લી મુકાશે

અમદાવાદ: આપણે અત્યાર સુધી રોબોટની સ્ટોરી ફિલ્મો જોઈ હશે પણ આવી કાલ્પનિક કથા વાસ્તલવિક રૂપમાં હવે અમદાવાદ અને દેશમાં પહેલી…

11 hours ago

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બાવીસ વર્ષ પછી ક્લાર્ક કક્ષાએ બઢતી અપાઈ

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ગઈ કાલે બાવીસ વર્ષ બાદ કલાર્ક કક્ષાના કર્મચારીઓને સિનિયોરિટીના આધારે બઢતી અપાતાં કર્મચારીઓમાં ભારે આનંદની…

11 hours ago

Ahmedabadમાંથી વધુ એક કોલ સેન્ટર પકડાયુંઃ રૂ.84 લાખ જપ્ત

અમદાવાદ: ગેરકાયદે ચાલતા કોલ સેન્ટરમાં પોલીસની ધોંસ વધતાં હવે લોકો તેમના ઘરમાં નાના નાના પાયે કોલ સેન્ટર ચલાવી રહ્યા છે.…

11 hours ago