VIDEO: ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીને Y કેટેગરીની સુરક્ષા આપવા દલિત યુવકોની માંગ

ગુજરાતઃ વડગામનાં ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને Y કેટેગરીની સુરક્ષા આપવામાં આવે તેવી માગ હવે ઉઠી રહી છે. આ માંગ પાટણનાં દલિત સમાજનાં યુવકોએ કરી છે. જીજ્ઞેશ મેવાણીને Y કેટેગરીની સુરક્ષા આપવા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

જીજ્ઞેશ મેવાણીને સોશિયલ મીડિયા પર મળતી ધમકીઓ મામલે સુરક્ષાની માગ સાથે આ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તેમજ આ મામલે જો માગ નહીં સંતોષવામાં આવે તો દલિત સમાજનાં યુવકો દ્વારા આંદોલન પર ઉતરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

જિજ્ઞેશ મેવાણીને Y કેટેગરીની સુરક્ષા આપવા માંગ
પાટણમાં દલિત સમાજનાં યુવકોએ નાયબ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર
માંગ નહીં સંતોષાય તો દેશવ્યાપી આંદોલન કરવાની ચીમકી

You might also like