હવે પાસપોર્ટ તમારા એડ્રેસ પ્રૂફ તરીકે કામ નહીં લાગે, જાણો કારણ

0 8

મુંબઇ, શનિવાર
પાસપોર્ટ હવે કદાચ રહેણાક પુરાવા (રેસિડે‌ન્શિયલ પ્રૂફ) તરીકે માન્ય નહીં ગણાય. વિદેશ મંત્રાલયે યાત્રા દસ્તાવેજ (પાસપોર્ટ)ના છેલ્લા પેજ પર પાસપોર્ટ ધારકનું એડ્રેસ પ્રકાશિત ન કરવાનો નિર્ણય લીધો છે.

ઉલ્લેખનીય છે કે પાસપોર્ટના છેલ્લા પેજ પર ધારકના કાયદાકીય વાલીનું નામ, પતિ-પત્નીનું નામ અને તેમનું એડ્રેસ હોય છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે પાસપોર્ટનું છેલ્લું પેજ હવે પ્રકાશિત નહીં થાય. ઇસીઆર (ઇમિગ્રેશન ચેક રિકવાયર્ડ) સ્થિતિવાળા પાસપોર્ટધારકોને ઓરેન્જ કલરના પાસપોર્ટ જેકેટની સાથે પાસપોર્ટ જારી કરાશે અને બિનઇસીઆર સ્થિતિવાળા લોકોને નીલા રંગનો પાસપોર્ટ મળતો રહેશે.

ત્રણ સભ્યોની સમિતિની ભલામણો મંજૂર કરીને ફેંસલો લેવાયો કે પાસપોર્ટ અધિનિયમ ૧૯૬૭ અને પાસપોર્ટ નિયમ ૧૯૮૦ હેઠળ જારી કરાયેલા યાત્રા દસ્તાવેજોનું છેલ્લું પાનું હવેથી પ્રકાશિત નહીં કરવામાં આવે.

ઉલ્લેખનીય છે કે આ સમિતિના સભ્યોમાં વિદેશ મંત્રાલય અને મહિલા તેમજ બાળવિકાસ મંત્રાલયના અધિકારીઓ પણ સામેલ હતા. નિવેદન અનુસાર સમિતિએ પાસપોર્ટ આવેદનો સંબંધિત વિવિધ મુદ્દાઓની સમીક્ષા કરી તેમાં એ બાબતની સમીક્ષા સામેલ હતી કે શું મા-બાળકોએ એ વાત પર જોર આપ્યું કે પાસપોર્ટમાં પિતાના નામનો ઉલ્લેખ ન હોય? સાથે સિંગલ વાલીનાં બાળક અને દત્તક લીધેલાં બાળક સાથે જોડાયેલા મુદ્દા પણ સામેલ હતા.

નાસિક સ્થિત ભારતીય સુરક્ષા પ્રેસ નવી પાસબુક તૈયાર કરશે. જ્યાં સુધી નવા દસ્તાવેજો તૈયાર ન થઇ જાય. તે પાસપોર્ટના છેલ્લા પેજ પર પ્રકાશિત થશે. પાસપોર્ટની વેલિડિટી પાસબુક પર અંકિત કરેલી તારીખ સુધી રહેશે.

loading...

Leave A Reply

Your email address will not be published.