ઉપલેટાના ખાખીજાળિયાનો બનાવઃ પરિણીતાએ બે સંતાનો સાથે કર્યું અગ્નિસ્નાન

રાજકોટના ઉપલેટા તાલુકાના ખાખીજાળિયા ગામે રહેતી પરિણીતાએ બે માસૂમ સંતાનો સાથે અગ્નિસ્નાન કરી લીધું હોવાનો બનાવ બનતાં ચકચાર મચી ગઈ છે. રક્ષાબંધનના પર્વ નિમિત્તે પિયર જવાની ના કહેતાં પરિણીતાએ પગલું ભરી લીધાની શંકા સેવાઇ રહી છે. આ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ ખાખીજાળિયા ગામે રહેતાં લીલાબહેન જીતેન્દ્રભાઇ કમ્બો‌િડયા (ઉ.વ.૩૦) અને તેમના બે પુત્ર રાજ (ઉં.વ.પ) તથા મનીષ (ઉં.વ.૩) સાથે શુક્રવારે સાંજે પાંચેક વાગ્યે પોતાના ઘરે ભેદી સંજોગોમાં સળગેલી હાલતમાં મળી આવ્યાં હતાં.

ત્રણેયને ઉપલેટાની ખાનગી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયાં હતાં, જ્યાં ફરજ પરના તબીબે ત્રણેયને મૃત જાહેર કર્યાં હતાં. બનાવની જાણ થતાં જેતપુર ડીવાયએસપી ભરવાડ સહિતનો કાફલો ખાખીજા‌િળયા ગામે દોડી ગયો હતો.

પોલીસસૂત્રોના જણાવ્યા મુજબ લીલાબહેન અને તેમના બે પુત્ર પ્રાઇમસ ફાટતાં દાઝી ગયાંની તેમના પતિ જીતેન્દ્રએ પોલીસમાં પ્રાથમિક જાણ કરી હતી, પરંતુ પોલીસે સ્થળ પર તપાસ કરતાં લીલાબહેને બે પુત્રને સળગાવી પોતે અગ્નિસ્નાન કરી લીધું હતું. લીલાબહેને રક્ષાબંધન નિમિત્તે પિયર જવાની તૈયારી કરી હતી.

રક્ષાબંધનના પર્વ પર પિયર જવાની ના કહેતાં તેમણે અા પગલું ભરી લીધાની શંકા છે, જોકે મૃતક લીલાબહેનના પતિ તેમજ તેમનાં પિય‌િરયાંઓની પૂછપરછ બાદ સાચી હકીકત બહાર આવશે.

ત્રણેય મૃતદેહનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવવાની પોલીસે તજવીજ શરૂ કરી હતી. બનાવથી ખાખીજા‌િળયા ગામમાં ગમગીની છવાઇ ગઇ હતી. જેતપુર પોલીસે આ અંગે હાલ વધુ તપાસ શરૂ કરી દીધી છે.

divyesh

Recent Posts

3 વર્ષની માસૂમ બાળકીનું બિસ્કિટ અપાવવા બહાને કરાયું અપહરણ

સુરતઃ આપણી નજર સમક્ષ અવારનવાર નાની બાળકીઓ પર દુષ્કર્મ અને અપહરણ થયા હોવાનાં કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે આવો…

7 mins ago

નવાઝ પુત્રી-જમાઇ સહિત થશે જેલમુક્ત, ઇસ્લામાબાદ HCનો સજા પર પ્રતિબંધ

ઇસ્લામાબાદ હાઇકોર્ટે પાકિસ્તાનનાં પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફની સજા પર પ્રતિબંધ લગાવી દીધો છે.નવાઝની દીકરી મરિયમ નવાઝ અને જમાઇ મોહમ્મદ સફદરની…

1 hour ago

રાજકોટઃ વાસફોડ સમાજે ઉચ્ચારી આત્મવિલોપનની ચીમકી, તંત્ર એલર્ટ

રાજકોટઃ શહેરમાં સરકાર દ્વારા ફાળવવામાં આવેલા પ્લોટની અધિકારીઓ દ્વારા માપણી ન કરવામાં આવતા વાસફોડ સમાજે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. જો…

2 hours ago

“લવરાત્રિ” ફિલ્મનું નામ બદલી “લવયાત્રિ” કરાતા શિવસેનાનાં કાર્યકરોની ઉજવણી

વડોદરાઃ સલમાન ખાનની લવરાત્રિ ફિલ્મનાં નામને લઈને છેલ્લાં ઘણાં સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. ત્યારે હવે આ ફિલ્મનું નામ બદલીને…

3 hours ago

INDvsPAK: દુબઇમાં બે દેશો વચ્ચે મેદાન-એ-જંગ, પાકિસ્તાને ટોસ જીતી બેટિંગનો કર્યો નિર્ણય

દુબઇઃ એશિયા કપમાં આજે ટીમ ઇન્ડીયા અને પાકિસ્તાનની વચ્ચે પાંચમો અને રોમાંચક મુકાબલો દુબઇમાં થવા જઇ રહ્યો છે. મેચ પહેલા…

4 hours ago

હ્યુન્ડાઇની ફર્સ્ટ ઇલેક્ટ્રિક કાર “કોના” ટૂંક સમયમાં કરાશે લોન્ચ

હ્યુન્ડાઇએ પોતાની ઇલેક્ટ્રિક કારને 2018 ઓટો એક્સપોમાં રજૂ કરી હતી. જ્યાર બાદ આનાં લોન્ચ થવા પાછળનાં અનેક અનુમાનો લગાવવામાં આવી…

4 hours ago