Ahmedabad: મેમનગરમાં આવેલી દિવ્યપથ સ્કૂલમાં વાલીઓનો ફરી હોબાળો

અમદાવાદ: એક બાજુ ફી નિયમનનો સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે ત્યારે વાલીઓ અને શાળા સંચાલકો સામસામે આવી ગયા છે. હાલ હજુ પણ શાળા સંચાલકોની મનમાની યથાવત્ છે. થોડા દિવસ પહેલાં શહેરના મેમનગર વિસ્તારમાં અાવેલી દિવ્યપથ સ્કૂલમાં ફી મુદ્દે વાલીઓએ હોબાળો મચાવ્યો હતો.

આ મુદ્દો હજુ શાંત નથી પડ્યો કે પંદર જ દિવસમાં ફરી વાર આજે સવારે આ જ સ્કૂલમાં વાલીઓએ હોબાળો મચાવ્યો છે. વાલીઓએ અાક્ષેપ કર્યો હતો કે સ્કૂલ સંચાલકો દ્વારા ફી મુદ્દે તેમનાં બાળકોને માનસિક રીતે હેરાન-પરેશાન કરવામાં અાવે છે અને વધુ ફી ભરી દેવા તેમજ સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને કલાસમાં બોર્ડ પર ફી ભરવા લખાણ લખીને દબાણ કરવામાં અાવી રહ્યું છે અને વિદ્યાર્થીઓ પાસે ડાયરીમાં ફી ભરવા લખાણ લખાવવામાં આવતાં વાલીઓમાં આક્રોશ ભભૂકી ઊઠ્યો હતો

પંદર દિવસ પહેલાં જ દિવ્યપથ સ્કૂલના સંચાલકોએ ફી ભરવામાં બાકી રહેલા શાળાએ વિદ્યાર્થીઓને પરિણામ આપવાની ના પાડી દેતાં વાલીઓએ સ્કૂલમાં હોબાળો મચાવ્યો હતો. વાલીઓએ ઉગ્ર રોષ ફેલાવતાં શાળા સંચાલકોએ સ્કૂલમાં પોલીસ બોલાવી હતી. ફરી અાજે સવારે દિવ્યપથ સ્કૂલમાં જઈ વાલીઓએ હોબાળો મચાવી સ્કૂલ સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને કલાસમાં બ્લેક બોર્ડ પર ફી ભરવા લખાણ લખીને દબાણ કરવામાં અાવી રહ્યું છે.

You might also like