Paradise Papers: બ્રિટિશ ક્વીનનું પણ વિદેશમાં રોકાણ

વોશિંગ્ટન: અમેરિકી કોમર્સ મિનિસ્ટર વિલ્બર રોસના રશિયા સાથે બિઝનેસના સંબંધો છે. તેઓ રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુ‌િતનની નજીક મનાતી એક શિપિંગ ફર્મ સાથે જોડાયેલા છે એટલું જ નહીં, બ્રિટનની ક્વીન અેલિઝાબેથ-રએ પણ વિદેશોમાં ઘણું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. આ ખુલાસો અમેરિકાની ઇન્ટરનેશનલ કોન્સોર્શિયમ ઓફ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ (આઇસીઆઇજે) પેરેડાઇઝ પેપર્સમાં કરાયો છે.
આ પેપર્સમાં કેનેડિયન પીએમ જસ્ટીન ટ્રુડો માટે પૈસા એકઠા કરનાર અને સિનિયર એડ્વાઇઝર સ્ટિફન બ્રોનફમેને પણ લગભગ ૬૦ મિલિયન ડોલર ટેકસ હેવન દેશોમાં જમા કર્યા છે. રિપોર્ટમાં એવું જણાવાયું નથી કે રોસ, બ્રોનફમેન કે એલિઝાબેથની પ્રાઇવેટ પ્રોપર્ટી ગેરકાયદે રીતે ભેગી કરાઇ છે કે નહીં?

બ્રોનફમેનનું નામ સામે આવતાં ટ્રુડોની મુશ્કેલીઓ વધી શકે છે. બે વર્ષ પહેલાં ટ્રુડો આર્થિક અસમાનતા અને ટેક્સ ખતમ કરવાના વાયદા સાથે સત્તામાં આવ્યા હતા. એલિઝાબેથના ટેકસ હેવન દેશોમાં ઇન્વેસ્ટમેન્ટથી એ સવાલ ઊઠી શકે છે કે શું તેમણે બ્રિટનના પ્રમુખ હોવાના નાતે આમ કરવું જોઇએ?

You might also like