Categories: Dharm

પાપમોચની અગિયારશ, ફાગણ વદ એકાદશી

મહારાજ યુધિષ્ઠિરે શ્રીકૃષ્‍ણ પાસેથી ફાગણ મહિનાના કૃષ્‍ણ પક્ષની એકાદશી વિશે જાણવાની ઇચ્‍છા વ્‍યકત કરી. ત્‍યારે તેઓ બોલ્‍યા “રાજન! હું તમને આ વિશે એક પાપનાશક ઉપાખ્‍યાન કહું છું જે ચક્રવતી નરેશ માંધાતાના પૂછવાથી મહર્ષિ લોમશે કહ્યું હતું.”
માંધાતાએ પૂછયું : “ભગવાન! હું લોકોનાં હિતની ઇચ્‍છા એ સાંભળવા ઇચ્‍છું છું કે ફાગણ માસના કૃષ્‍ણ પક્ષમાં કઇ એકાદશી આવે છે” એની વિધિ શું છે ? અને એના વ્રતથી શું ફળ પ્રાપ્‍ત થાય છે ? કૃપા કરીને આ બધું મને કહો. “લોમશજીએ કહ્યું: “નરેશોમાં શ્રેષ્‍ઠ રાજન ! પૂર્વ કાળની વાત છે. અપ્‍સરાઓ દ્વારા સેવિત ચૈત્રરથ નામના વનમાં કે જયાં ગંધર્વોની કન્‍યાઓ પોતાના કિંકરો સાથે વાદ્યો વગાડીને વિહાર કરે છે, ત્‍યાં મંજુઘોષા નામની અપ્‍સરા મુનિવર મેઘાવીને મોહિત કરવા માટે ગઇ. મહર્ષિ ચૈત્રરથ વનમાં રહીને બ્રહ્મચર્યનું પાલન કરતા હતા. મંજુઘોષા મુનિના ભયથી આશ્રમથી એક કોશ દૂર રોકાઇ ગઇ. અને સુંદર રીતે વીણા વગાડતી વગાડતી મુધર ગીતો ગાવા લાગી. મુનિશ્રી મેઘાવી ફરતાં ફરતાં ત્‍યાં જઇ પહોંચ્‍યા અને એ સુંદર અપ્‍સરાને આ રીતે ગાતી જોઇને અકારણ જ મોહને વશીભૂત થઇ ગયા. મુનિની આવી અવસ્‍થા જોઇને મંજુઘોષા એમની પાસે આવી વીણા નીચે મૂકીને એમને આલિંગન કરવા લાગી. મેઘાવી પણ એની સાથે રમણ કરવા લાગ્‍યા. દિવસ રાતનું પણ એમને ભાન ન રહ્યું આ રીતે ઘણા દિવસે પસાર થઇ ગયા સમય થતાં મંજુઘોષા દેવલોકમાં જવા લાગી. જતી વખતે એણે મુનિશ્રીને કહ્યું: બ્રાહ્મન્ ! મને હવે મારા લોકમાં જવાની રજા આપો.”
મેઘાવી બોલ્‍યાઃ “દેવી ! જયાં સુધી સવારની સંધ્‍યા ન થાય ત્યાં સુધી મારી પાસે જ રહો.” અપ્‍સરાએ કહ્યું : “વિપ્રવર ! અત્‍યાર સુધી કોણ જાણે કેટલીયે સંધ્‍યાઓ જતી રહી! મારા પર કૃપા કરીને વીતેલા સમયનો વિચાર કરો.”
લોમશજી કહે છેઃ “રાજન ! અપ્‍સરાની વાત સાંભળીને મેઘાવી ચકિત થઇ ગયા ! એ સમયે એમણે વીતેલા સમયનો હિસાબ બતાવ્‍યો તો ખબર પડી કે મંજુઘોષા સાથે રહેતા અમને સત્તાવન વર્ષ થઇ ગયાં. અપ્‍સરાને પોતાની તપસ્‍યાનો વિનાશ કરનારી જાણીને મુનિને એના પર ઘણો ક્રોધ આવ્‍યો. એમણે શ્રાપ આપતાં કહ્યું. “પાપિણી ! તું પિશાચિની બની જા.” મુનિના શ્રાપથી વિચલીત થવા છતાં એ વિનયથી મસ્‍તક નમાવીને બોલીઃ “મુનિવર ! મારા શ્રાપનો ઉદ્ધાર કરો. સત્‍ય પુરુષો સાથે સાત વાકયો બોલવાથી અથવા સાત ડગલાં ચાલવા માત્રથી જ એમની સાથે મિત્રતા થઇ જાય છે. બ્રહ્મન ! હું અનેક વર્ષો સુધી આપની સાથે રહી છું, આથી સ્‍વામી ! મારા પર કૃપા કરો.”
મુનિ બોલ્‍યાઃ “ભદ્રે ! શું કરું? તેં મારી વર્ષોની તપસ્‍યાનો નાશ કરી દીધો છે, છતાં પણ સાંભળ! ફાગણ માસમાં કૃષ્‍ણ પક્ષમાં જે શુભ એકાદશી આવે છે એનું નામ છે “પાપમોચિની” એ શ્રાપથી મુકત કરનારી અને બધાં પાપોનો ક્ષય કરનારી છે. સુંદરી ! એનું જ વ્રત કરવાથી તારું પિશાચપણું દૂર થશે.”
આમ કહીને મુનિશ્રી મેઘાવી પોતાના પિતા મુનિવર ચ્‍યવનના આશ્રમ પર ગયા. એમને આવેલા જોઇને મુનિવર ચ્‍યવનજીએ પૂછયું. “પુત્ર ! આ શું કર્યું ? તેં તો તરા પુણ્યનો નાશ કરી દીધો !”
મેઘાવી બોલ્‍યાઃ “પિતાશ્રી ! મે અપ્‍સરા સાથે વિહાર કરવાનું મહા પાપ કર્યું છે, હવે આપ જ એનું પ્રાયશ્ચિત બતાવો કે જેથી મારાં પાપનો નાશ થઇ જાય !” ચ્‍યવન ઋષિ બોલ્‍યાઃ “પુત્ર ! ફાગણ માસમાં કૃષ્‍ણ પક્ષમાં જે પાપમોચિની એકાદશી આવે છે. એનું વ્રત કરવાથી તારાં પાપોનો વિનાશ થઇ જશે.”
પિતાનું આ કથન સાંભળીને મેઘાવીએ એનું વ્રત કર્યું. આથી એમનાં પાપો નષ્‍ટ થઇ ગયાં. આ જ પ્રમાણે મંજુઘોષાએ પણ વ્રતનું પાલન કર્યું. પાપમોચિનીનું વ્રત કરવાથી એ પિશાચ યોનિમાંથી મુકત થઇ અને દિવ્‍ય રૂપધારિણી શ્રેષ્‍ઠ અપ્સરા બનીને સ્‍વર્ગલોકમાં જતી રહી.
શ્રીકૃષ્‍ણ કહે છેઃ રાજન ! જે મનુષ્‍ય પાપમોચિની એકાદશીનું વ્રત કરે છે, એમના બધાં જ પાપો આપોઆપ જ નષ્‍ટ થઇ જાય છે. આ મહાત્‍મ્‍યના પઠનથી અને સાંભળવાથી બહુ મોટું ફળ મળે છે. •

http://sambhaavnews.com/

divyesh

Recent Posts

ગોવા સરકારનું નેતૃત્વ મનોહર પર્રિકર જ કરશેઃ અમિત શાહ

ન્યૂ દિલ્હીઃ તમામ વિવાદો પર વિરામ લગાવતા ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આખરે સ્પષ્ટ કરી દીધું છે કે, મનોહર પર્રિકર…

4 hours ago

મોઢેરા સૂર્યમંદિરમાં પ્રવેશ ફીનો ચાર્જ વધારતા પર્યટકોમાં રોષ

મહેસાણા: મોઢેરાનું ઐતિહાસિક સૂર્યમંદિર એ એક ઐતિહાસિક વારસો ધરાવે છે તેમજ દરેક નાગરિક આ વારસાથી પરિચિત છે. તેને જોવા માટે…

4 hours ago

આતંકવાદ અને વાતચીત એક સાથે ક્યારેય શક્ય ના બનેઃ બિપીન રાવત

ન્યૂ દિલ્હીઃ ભારતનાં આર્મી ચીફ જનરલ બિપીન રાવતે પાકિસ્તાનને સણસણતો જવાબ આપ્યો છે. આર્મી ચીફ બિપીન રાવતે નિવેદન આપતાં કહ્યું…

5 hours ago

ગણેશ વિસર્જન યાત્રાનાં નામે સુરતમાં PAAS અને SPGનું શક્તિપ્રદર્શન

સુરતઃ ગણેશ વિસર્જનની આડમાં SPG અને PAASએ સુરતમાં શક્તિ પ્રદર્શન કર્યું છે. અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિની મુખ્ય માંગ સાથે હજારો…

7 hours ago

વિઘ્નહર્તાની અશ્રુભીની વિદાય, વિસર્જનને લઇ બનાવાયાં ભવ્ય કૃત્રિમ તળાવો

વડોદરાઃ આજે ઠેર-ઠેર ભગવાન ગણેશજીનું વિસર્જન થશે અને બાપ્પાને આવતા વર્ષે જલ્દી આવવા માટેની ભક્તો દ્વારા વિનંતી પણ કરાશે. ત્યારે…

8 hours ago

વિશ્વની સૌથી મોટી હેલ્થ સ્કીમ લોન્ચ, મોદીએ કહ્યું,”હવે ગરીબ પણ કરાવી શકશે મોંઘી સારવાર”

ઝારખંડઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડની રાજધાની રાંચીથી કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી આયુષ્માન ભારત-રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશનનું શુભારંભ કરાવાયું. આ યોજના અંતર્ગત…

8 hours ago