ઝટપટ બનાવો પાપડ રોલ

સામગ્રી
4 અડદના કાચા પાપડ
4 બાફેલા બટાકા
1 લીલું મરચું ઝીણું સમારેલું
1 ચમચી ઝીણી સમારેલી કોથમીર
1/2 ચમચી લીંબુનો રસ
1/2 ચમચી લાલ મરચાનો પાઉડર
1/2 ચમચી ગરમ મસાલો
2 ક્યુબ ખમણેલું ચીઝ
1/2 ચમચી ખાંડ
મીઠું સ્વાદ અનુસાર
-1 ચમચો ચણાનો લોટ
તેલ તળવા માટે
બનાવવાની રીતઃ સૌ પ્રથમ એક બાઉલમાં બાફેલા બટાકાનો છૂંદો કરો. એમાં ખમણેલું ચીઝ, લીલાં મરચાં, કોથમીર, ગરમ મસાલો, ખાંડ, મીઠું અને લીંબુનો રસ ઉમેરો. બરાબર મિક્સ કરી અલગ રાખો. ચણાના લોટમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરી થિક પેસ્ટ બનાવો અને અલગ રાખો. એક પ્લેટમાં પાણી ભરો. પાપડને પાણીમાં બોળી બહાર કાઢી લો. પાપડ નરમ થઈ જશે. હવે પાપડની વચ્ચે તૈયાર કરેલો બટાકાનો મસાલો ભરો અને એને રોલ કરો. કિનારીઓને ચણાના લોટથી સીલ કરી લો. આ રીતે બધા પાપડ રોલ તૈયાર કરો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો. તૈયાર કરેલા પાપડ રોલને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. તળાઈ જાય એટલે લાંબા પીસમાં કાપો. સર્વિંગ પ્લેટમાં કાઢી સૉસ અને ગ્રીન ચટણી સાથે ગરમ સર્વ કરો.

You might also like