પાપડની કઢી

સામગ્રીઃ

8 પાપડ

½ કપ દહીં

½ ચમચી હળદર

½ ચમચી લાલ મરચું

½ ગરમ મસાલો

½ ચમચી ધાણાજીરૂ

½ ચમચી મેથીના દાણા

4 લીલા મરચાં લાંબા કટ કરેલા

1 ચમચી લીલા ધાણા કટ કરેલા

1 ચમચી તેલ

મીંઠુ સ્વાદ અનુસાર

બનાવવાની રીતઃ કઢી બનાવવા માટે પહેલાં પાપડના 5-6 ટૂંકડા કરો અને બે મિનિટ સુધી પાણીમાં પલાડો. હવે અન્ય એક બાઉલમાં દહીં, મીંઠુ, હળદર અને ધાણા પાવડર એડ કરી બરોબર મિક્સ કરો. હવે એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં મેથીના દાણા એડ કરી તળો. જ્યારે મેથીના દાણા ચડવા લાગે ત્યારે તેમાં લીલા મરચાં અને લાલ મરચા પાવડર એડ કરો. હવે ફેટેલું દહીં એક કપ પાણી એડ કરીને બરોબર મિક્સ કરો. જ્યારે પાણી ઉકળવા લાગે એટલે તેમાં પાપડ અમે ગરમ માસાલો એડ કરી 1-2 મિનિટ તેને ચઢાવો. તૈયાર પાપડ કઢીને લીલા ધાણાથી સજાવી ગરમા ગરમ સર્વ કરો.

.

You might also like