VIDEO: પંચમહાલમાં ડમ્પર ચાલકે રાહદારીને લીધો અડફેટે, ઘટના CCTVમાં કેદ

પંચમહાલઃ જિલ્લાનાં હાલોલ-પાવાગઢ રોડ પર કાળી ભોઈ ચાર રસ્તા પર એક ડમ્પર ચાલકે રાહદારીને અડફેટે લીધો હતો. મોબાઈલ પર વાત કરતા પસાર થઈ રહેલા રાહદારીને પૂરપાટ આવતાં ડમ્પર ચાલકે અડફેટે લઇ લીધો હતો.

ડમ્પરની અડફેટથી તે યુવક રોડ પર ફંગોળાઈ ગયો હતો. જો કે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઇ હતી. જો કે, સદનસીબે આ ઘટનામાં કોઇ પણ પ્રકારની જાનહાનિ થઇ ન હોતી.

પંચમહાલમાં ડમ્પર ચાલકે રાહદારીને લીધો અડફેટે
હાલોલ પાવાગઢ રોડ પર કાળી ભોઈ ચાર રસ્તા પરની ઘટના
મોબાઈલ પર વાત કરતાં રાહદારીને ડમ્પર ચાલકે લીધો અડફેટે
ડમ્પરની અડફેટે યુવક રોડ પર ફંગોળાયો
સમગ્ર ઘટના CCTVમાં કેદ
અકસ્માતમાં કોઈ જાનહાની નહીં

You might also like