Categories: Gujarat

પાનકાર્ડ-આધારકાર્ડ લિંકઅપમાં નામની વિસંગતતાથી કરદાતા પરેશાન

અમદાવાદ: ગુજરાત સહિત દેશભરના કરદાતાઓ માટે આ વર્ષથી ઇન્કમટેક્સના રિટર્નમાં પાનકાર્ડ સાથે આધારકાર્ડ જોડવાનું ફરજિયાત બનાવાઇ રહ્યું છે, પરંતુ મોટા ભાગના નાગરિકોના પાનકાર્ડ સાથે આધારકાર્ડની વિગતો મેચ થતી હોતી નથી, જેના કારણે આ મુદ્દે અટવાઇ રહેલા નાગરિકો માટે આઇટી વિભાગે સરળતા કરી આપી છે. તંત્ર દ્વારા આધાર અને પાનકાર્ડ લિંકઅપ કરવા માટે જે તે વ્યક્તિને વન ટાઇમ પાસવર્ડ (ઓટીપી) આપવામાં આવશે, જેના આધારે જે તે વ્યક્તિ આધારકાર્ડ અને પાનકાર્ડના લિંકઅપની પ્રક્રિયા સરળતાથી પૂરી કરી શકશે.

૧ જુલાઇથી આધાર સાથે પાનકાર્ડ લિંકઅપ ફર‌િજયાત થઇ રહ્યું છે. હાલમાં લોકો કે કરદાતાઓની મુશ્કેલી એ છે કે આધારકાર્ડમાં વ્યક્તિના નામમાં કુમાર, ભાઇ, ચંદ્ર, બહેન કે કુમારી અથવા તો કેટલાક કિસ્સામાં માત્ર નામ લખેલું હોય છે. કેટલાક કિસ્સામાં પાનકાર્ડમાં પિતાનું નામ લખેલું હોય છે, જ્યારે આધારકાર્ડમાં પતિનું નામ લખેલું હોય છે.
આવી વિસંગતતા હોય તો આઇટી વિભાગની તમામ કચેરીમાં તેમજ આધારકાર્ડ કેન્દ્રો પર લોકો આધાર અને પાનકાર્ડની લિંકઅપ કામગીરી કરાવી શકશે એટલું જ નહીં તેના માટે જેે તે વ્યક્તિને તુરત જ એક ઓટીપી નંબર મળશે, જેના આધારે લિંકઅપ થઇ શકશે.

આ અંગે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એસો.ના પૂર્વ ચેરમેન જૈનિલ વકીલે જણાવ્યું હતું કે સીબીડીટી ઇ-ફાઇલિંગ પોર્ટલમાં સુધારા કરશે. હાલમાં અાધારકાર્ડ અને પાનકાર્ડમાં જન્મતારીખ સરખી હશે- એક જ હશે અને રજૂ કરેલા દસ્તાવેજો સરખા હશે તો તુરત જ વન ટાઇમ પાસવર્ડ મળી જશે, જેના આધારે તે લિંકઅપ થશે.
મહિલાઓ માટે આ બાબત વધુ રાહતરૂપ બનશે, કારણ કે મોટા ભાગની મહિલાઓના નામ પાછળ લગ્ન પછી પતિનું નામ લખાયેલું હોય છે. આધારમાં નામ બદલ્યા પછી પાનકાર્ડમાં નામ બદલવાની તસ્દી મોટા ભાગના લોકો લેતા નથી.

પરંતુ આ સુવિધા આધારકાર્ડમાં જે મોબાઇલ નંબર ર‌િજસ્ટર્ડ હશે તેના પર જ ઓટીપી જનરેટ થશે. જે તે વ્યક્તિએ આધારકાર્ડમાં જણાવેલો ર‌િજસ્ટર્ડ મોબાઇલ નંબર બદલી નાખ્યો હશે તેના માટે ઓટીપી મેળવવાની નવી સમસ્યા રહેશે, જેના માટે તંત્ર શું પગલાં લેશે તે અંગે કોઇ જાહેરાત કરાઇ નથી.

http://sambhaavnews.com/

Navin Sharma

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

1 day ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

1 day ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

1 day ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

1 day ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

1 day ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

1 day ago