ભારતીય અધિકારીઓને હનીટ્રેપમાં ફસાવવામાં પાકિસ્તાન નિષ્ફળ

0 4

પાકિસ્તાનની ખાનગી એજન્સીએ ભારતનાં ત્રણ અધિકારીઓને હનીટ્રેપમાં ફસાવીને અંગત માહિતીઓ નીકાળવા માટેની કોશિશ કરી હતી. પાક.માં કામ કરી રહેલ ત્રણ ભારતીય ઉચ્ચ આયોગનાં ત્રણ અધિકારીઓને ફસાવવાની કોશિશ કરવામાં આવી હતી પરંતુ સમય આવતા જ તેઓને આ વિશે જાણ થઇ ગઇ હતી.

તેમણે જાતે જ આ વાતની જાણકારી પોતાનાં સિનીયર લોકોને આપી હતી. ત્રણ અધિકારીઓને તુરંત જ પરત ભારત બોલાવી લેવાયા હતાં. જો કે હવે ત્રણેય અધિકારીઓ સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે.

એક ન્યૂઝ ચેનલ અનુસાર મળતી માહિતી મુજબ, સિનીયર લોકોને અત્યાર સુધી એવું જ લાગે છે કે ત્રણેય અધિકારીઓ સત્ય બોલી રહ્યાં છે અને પાકિસ્તાન તેમની પાસેથી કોઇ પણ પ્રકારની માહિતી નિકાળવામાં સફળ નથી થયાં.

આ ત્રણ અધિકારીઓ હાઇ કમીશનમાં સરકારી કાગળોનાં ભાષાંતર કરવાનું કામ કરે છે. તમને જણાવી દઇએ કે 2010માં પણ આવું જ થયું હતું. ત્યારે હાઇ કમિશનનાં પ્રેસ વિભાગમાં કામ કરવાવાળી માધુરી ગુપ્તાની ધરપકડ કરવામાં આવી હતી. એમણે આઇએસઆઇનાં એક અધિકારીને ખાનગી ડોક્યુમેન્ટ્સ આપી દીધાં હતાં.

loading...

Leave A Reply

Your email address will not be published.