Categories: India

ચીનની બનાવેલી સ્ટીલ બુલેટ આપણા જવાનો માટે જીવલેણ, બુલેટપ્રૂફ જેકેટને પણ વીંધી નાખે છે

શ્રીનગર, શુક્રવાર
આતંકીઓની એકે-૪૭થી નીકળતી સ્ટીલ બુલેટ સુરક્ષાદળના જવાનો માટે જીવલેણ સાબિત થઇ રહી છે. જવાનોનાં બુલેટપ્રૂફ શિલ્ડને પણ સ્ટીલ બુલેટ ભેદી રહી છે. ૩૧ ડિસેમ્બરે આતંકીઓ સાથેના મુકાબલા દરમિયાન સીઆરપીએફના પાંચ જવાન શહીદ થઇ ગયા. બે જવાનને આતંકવાદીઓની ગોળી બુલેટપ્રૂફ શિલ્ડને ભેદીને વાગી હતી.

કેન્દ્રીય સુરક્ષા એજન્સી સાથે જોડાયેલા એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે પુલવામામાં સીઆરપીએફ કેમ્પ પરના હુમલામાં બે આતંકીઓને એક રૂમમાં ઘેરી લીધા હતા. આતંકીઓને ખતમ કરવા માટે સીઆરપીએફના જવાનોએ બુલેટપ્રૂફ શિલ્ડ સાથે રૂમમાં પ્રવેશ કર્યો.

બંને તરફથી ફાયરિંગ થયું. ફાયરિંગમાં બે આતંકી મૃત્યુ પામ્યા, પરંતુ તેમની ગોળીથી જવાન પણ શહીદ થયા. વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર આતંકીઓની ગોળી જવાનોના બુલેટપ્રૂફ શિલ્ડને છેદીને નીકળી ગઇ હતી. તપાસમાં જાણવા મળ્યું કે બુલેટપ્રૂફ શિલ્ડમાં કોઇ ખામી નહોતી, પરંતુ આતંકવાદીઓએ જે ગોળી ચલાવી હતી તેનો આગલો ભાગ સ્ટીલનો હતો. તેથી બુલેટપ્રૂફ શિલ્ડ તેને અટકાવી ન શક્યું.

વરિષ્ઠ અધિકારીએ એમ પણ કહ્યું કે એકે-૪૭ રાઇફલમાં ઉપયોગમાં લેવાતી ગોળીનો આગળનો ભાગ તાંબાનો હોય છે. અત્યાર સુધી કાશ્મીરમાં આતંકવાદીઓ તાંબાની ગોળીનો ઉપયોગ કરતા હતા. સુરક્ષાદળના જવાનોને જે બુલેટપ્રૂફ જેકેટ અને શિલ્ડ અપાયા હતા તે તાંબાવાળી ગોળી રોકવા સક્ષમ હતા, પરંતુ આતંકીઓની સ્ટીલની બુલેટ સામે નિષ્ફળ રહ્યાં.

સુરક્ષાદળને આશંકા છે કે આતંકવાદીઓ દ્વારા ઉપયોગમાં લેવાયેલી સ્ટીલની બુલેટ ચીનમાં બની હોય તેવું શક્ય છે. આ બાબતની તપાસ ચાલી રહી છે.
એ વાતની શક્યતા છે કે ચીને પાકિસ્તાની સેનાને સ્ટીલની બુલેટ પૂરી પાડી હોય, જોકે અમે આ પડકાર સામે લડવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કાશ્મીરમાં સુરક્ષાદળને વધુ મજબૂત જેકેટ અને શિલ્ડ અપાશે. આતંકવાદીઓ તેમની રણનીતિમાં સફળ નહીં થઇ શકે.

Navin Sharma

Recent Posts

કોશિશ ચાલુ રહેશે, હાર નહીં માનું: નેહા શર્મા

અભિનેત્રી નેહા શર્માએ ૨૦૦૭માં તેલુગુ ફિલ્મ 'ચિરુથા'થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી અને ત્રણ વર્ષ બાદ ૨૦૧૦માં મોહિત સુરીની ફિલ્મ…

4 hours ago

બેઠાડું નોકરી કરો છો? તો હવે હેલ્ધી રહેવા માટે વસાવી લો પેડલિંગ ડેસ્ક

આજકાલ ડેસ્ક પર બેસીને કરવાની નોકરીઓનું પ્રમાણે વધી ગયું છે. લાંબા કલાકો બેસી રહેવાની ઓબેસિટી, ડાયાબિટીસ અને હાર્ટ ડિસીઝનું જોખમ…

4 hours ago

શહેરમાં ૧૮ ફાયર ઓફિસરની સીધી ભરતી સામે સર્જાયો વિવાદ

અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ફાયર બ્રિગેડની તંત્ર દ્વારા કરાતી ઉપેક્ષાનું સામાન્ય ઉદાહરણ વર્ષોથી સ્ટેશન ઓફિસર વગરના ફાયર સ્ટેશનનું ગણી શકાય…

4 hours ago

૨૬૦ કરોડનું ફૂલેકું ફેરવનાર ચીટર દંપતી વિદેશ નાસી છૂટ્યાંની આશંકા

અમદાવાદઃ થલતેજમાં આવેલ પ્રેસિડેન્ટ પ્લાઝામાં વર્લ્ડ ક્લેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની…

4 hours ago

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, વિવિધ યોજનાઓમાં દિવ્યાંગોને અપાશે અગ્રિમતા

ગાંધીનગરઃ ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં દિવ્યાંગોને વિવિધ યોજનામાં અગ્રિમતા આપવામાં આવશે. ભરતીમાં 4 ટકાનાં ધોરણે લાભ…

5 hours ago

ન્યૂઝીલેન્ડનાં ખેલાડી IPLનાં અંત સુધી રહેશે ઉપલબ્ધ

મુંબઈઃ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ (NZC)એ આઇપીએલની આગામી સિઝનમાં પોતાના ખેલાડીઓને આખી ટૂર્નામેન્ટ રમવાની મંજૂરી આપી દીધી છે. NZCના અધિકારી જેમ્સ વિયરે…

5 hours ago