LoCથી 300 મીટરની અંદર ધસી આવ્યું પાકિસ્તાની હેલિકોપ્ટર, ભારતીય સેના એલર્ટ

જમ્મુ-કશ્મીરઃ પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા પાસે એક પાકિસ્તાની હેલિકોપ્ટર ઉડતું નજરે આવ્યું છે. જો કે સેનાએ એવું કહ્યું છે કે પાકિસ્તાને વાયુ ક્ષેત્રનું ઉલ્લંઘન નથી કર્યું. સેનાનાં એક અધિકારીએ કહ્યું કે નિયંત્રણ રેખાની પાસે આજે સવારનાં રોજ એક પાકિસ્તાની હેલિકોપ્ટર ઉડતું દેખાયું હતું પરંતુ તેને નહીં તો સીમા રેખા પાર કરી અને નહીં તો ભારતીય વાયુ સીમાનું કોઇ ઉલ્લંઘન કર્યું.

આર્મી સૂત્રોનાં જણાવ્યા અનુસાર પાકિસ્તાની સેનાનું હેલિકોપ્ટર પૂંછ પાસે LOCથી લગભગ 300 મીટરની દૂરી સુધી આવી ગયું હતું. જો કે આ હેલિકોપ્ટર થોડાંક જ સમયમાં પરત આવી ગયું. આર્મીનાં જણાવ્યા અનુસાર આ ઘટના બુધવારનાં રોજ સવારે 9:45થી 10 વાગ્યા સુધી ઘટી હતી.

તે સમયે આ હેલિકોપ્ટર PoK (પાક. અધિકૃત કશ્મીર)નાં પલાંડ્રી વિસ્તારમાં હતું. જો કે હજી સુધી આ વાત વિશે જાણવા નથી મળ્યું કે આખરે પાકિસ્તાન આર્મીનું હેલિકોપ્ટર આટલું નજીક કેમ આવી ગયું. જો કે હવે આ ઘટનાને લઇ ભારતીય આર્મી પણ હવે એલર્ટ થઇ ગઇ છે.

You might also like