PAKની અભિનેત્રી રીમાખાનનો બફાટ, ‘બોલિવૂડને કોઈ ઓળખતું નથી’

મુંબઇ, ગુરુવાર
થોડા દિવસ પહેલાં પાકિસ્તાની અભિનેત્રી માહિરાખાને ભારતમાં પાક. કલાકારોના પ્રતિબંધ પર ખૂલીને વાત કરી હતી અને પોતાની ફિલિંગ્સ પણ શેર કરી જ્યારે પાકિસ્તાનમાં રઇસ ફિલ્મને બેન કરી દેવાઇ હતી. તેણે કહ્યું કે બોલિવૂડ કયારેય તેનું લક્ષ્ય નહોતું. માહિરા બાદ હવે અન્ય એક અભિનેત્રી રીમાખાને બોલિવૂડ પર રોષ ઠાલવ્યો છે. રીમાએ કહ્યું કે બોલિવૂડની પોતાની કોઇ ઓળખ નથી.

ટ્રિબ્યૂનમાં છપાયેલા સમાચાર મુજબ રીમા ભારતમાં કામ કરવાનો ઇનકાર કરી ચૂકી છે. ઉલ્લેખનીય છે કે તેને બોલિવૂડના કેટલાક જાણીતા ફિલ્મ મેકરોની ઓફર મળી હતી. ત્યારે તેની પાસે ફિલ્મી જગતમાં ટકી રહેવાનો એક સારો વિકલ્પ હતો, પરંતુ તેણે સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે રીમાને ર૦૦૦ના દાયકાની શરૂઆતમાં ઘણી પંજાબી ફિલ્મોની પણ ઓફર આવી હતી. જોકે તેણે એટલે ઇનકાર કર્યો હતો કેમકે તેને આ ફિલ્મોની સ્ક્રીપ્ટ ખૂબ જ ઉબાઉ અને વિચિત્ર લાગી હતી. તેણે વાતચીતમાં બોલિવૂડ માટે એટલે સુધી કહી દીધું કે હવે ભારતીય સિનેમાની પોતાની કોઇ ઓળખ રહી નથી.

અહીં જે ફિલ્મો બની રહી છે તે બધી હોલિવૂૂડની કોપી છે. આ ઇન્ડસ્ટ્રીમાં બ્લેક મની છે તેથી બોલિવૂડ સારું ચાલી રહ્યું છે. અમારી પાસે એવું નથી.૧૯૯૦થી કરિયરની શરૂઆત કરનાર ૪૩ વર્ષીય રીમા ર૦૦થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. તેને સિરીઝ રીમાખાન અમેરિકામાં તેની ભૂમિકા માટે એએએમનો ર૦૧૪ પાર્ટનર એવોર્ડ અપાયો હતો.

You might also like