PAKvsBAN: WT20 પાકિસ્તાને બાંગ્લાદેશને 55 રને આપી માત

મુંબઇ: ઇડન ગાર્ડનમાં રમાયેલ વર્લ્ડ ટી-20ની બીજી મેચમાં પાકિસ્તાને બાંગ્લાદેશને 55 રનોથી હરાવ્યું હતું. ટોસ જીતીને પહેલાં બેટીંગ કરતાં પાકિસ્તાને હફીજે, શહજાદ અને અફરીદીની જોરદાર ઇનિંગની મદદથી 20 ઓવરમાં પાંચ વિકેટના નુકસાને 201 રનનો સ્કોર કર્યો હતો. બાંગ્લાદેશ તરફથી તસ્કિન અને અરાફાતે 2-2 જ્યારે સબ્બીરે એક વિકેટ ઝડપી હતી. તેના જવાબમાં રમવ ઉતરેલી બાંગ્લાદેશની ટીમે નિર્ધારિત 20 ઓવરોમાં 6 વિકેટના નુકસાને 146 રન બનાવી શકી હતી અને મેચને 55 રનથી ગુમાવી દીધી.

આ પહેલાં નહમોહંમદ હફીજ (64), અહમદ શહજાદ (52) અને શાહીદ અફરીદી (49)ની તોફાની ઇનિંગના લીધે પાકિસ્તાન ક્રિકેટ ટીમે બુધવારે ઇડન ગાર્ડનમાં રમાયેલી મેચમાં 201 રનનો સ્કોર બનાવ્યો હતો.

ટોસ જીતીને પહેલાં બેટીંગ કરવા માટે ઉતરેલી પાકિસ્તાની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં પાંચ વિકેટના નુકસાને 201 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. હફીજ અને શહજાદ ઉપરાંત પાકિસ્તાનના કેપ્ટન શાહિદ અફરીદીએ પણ 49 રનની તોફાની ઇનિંગ રમી ટીમને 200ના આંકડા સુધી પહોંચાડી હતી. અફરીદીએ પોતાના અંદાજમાં બેટીંગ કરતાં ફક્ત 19 બોલનો સામનો કર્યો હતો જેમાં ચાર સિક્સર અને ચાર ચોગ્ગા ફટકાર્યા હતા.

પાકિસ્તાન ટીમની પ્રથમ વિકેટ 26 રનના સ્કોર પર પડી હતી. ટીમના ઓપનર બેટ્સમેન શરજીલ ખાન (18)ને સનીએ પેવેલિયન મોકલ્યો હતો. ત્યારબાદ હફીજ અને શહજાદે બીજી વિકેટ માટે 95 રનની ભાગીદારી કરી હતી. બંનેએ બાંગ્લાદેશન બોલરોની જોરદાર ધોલાઇ કરી અને ઝડપી રન ફટકાર્યા.

શહજાદે પોતાની ઇનિંગમાં 39 બોલનો સામનો કર્યો અને આઠ ચોગ્ગા ફટકાર્યા. તો બીજી તરફ હફીજે 42 બોલનો સામનો કરતાં સાત ચોગ્ગા અને બે સિક્સર ફટકારી હતી.

ત્યારબાદ કેપ્ટન અફરીદીએ પોતાના તોફાની અંદાજમાં ધુંઆધાર બેટીંગ કરતાં 49 રન ફટકર્યા અને 20મી ઓવરના ચોથા બોલે આઉટ થઇ ગયો.

શોએબ મલિકે અફરીદીનો સાથ આપ્યો. તેણે અણનમ રહેતાં નવ બોલમાં 15 રન બનાવ્યા. બાંગ્લાદેશ તરફથી તસ્કીને અહમદે અને સનીએ બે-બે વિકેટ ઝડપી. શબ્બીર રહમાનને એક વિકેટ મળી.

You might also like