ISISમાં જોડાવા ગયેલ પાક. વિદ્યાર્થિનીની ઘરપકડ, આત્મઘાતી બોમ્બમાં થવાનો હતો ઉપયોગ

ઇસ્લામાબાદઃ આતંકી સંગઠન ISISમાં જોડાવા માટે ફેબ્રુઆરીમાં સીરિયા જઇ હથિયાર ચલાવવાનું શીખનાર 20 વર્ષીય મેડિકલ  સ્ટુડન્ટે કહ્યું છે કે તેનો લાહોરમાં ઇસ્ટર પર એક ચર્ચમાં હુમલો કરવા માટે આત્મઘાતી હુમલાખોર તરીકે ઉપયોગ કરવાનો હતો. પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂર દ્વારા ચલાવવામાં આવેલા એક વીડિયોમાં નૌરીને સ્વિકારર્યું છે કે ઇસ્લામિક સ્ટેટ તેને ઇસ્ટર સંડે પર ચર્ચ પર હુમલો કરના માટે આત્મઘાતિ વિસ્ફોટર તરીકે ઉપયોગ કરવાના હતા. મહિલાએ કહ્યું કે તેને ISISના બે આત્મઘાતી જેકેટ, ચાર ગ્રેનેડ અને કેટલીક ગોળીઓ આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે શુક્રવારે પોલીસ સાથે ધર્ષણમાં પતિની હત્યા બાદ આ વિદ્યાર્થિની ધરપકડ કરવામાં આવી હતી. મેડિકલ રિપોર્ટમાં એ વાત જણાવવામાં આવી છે કે આતંકી સંગઠન ISIS માં શામેલ થનારી આ મહિલા ફેબ્રુઆરીમાં સીરિયા ગઇ હતી. ત્યાં તેણે હથિયાર ચલાવવાની તાલિમ પણ લીધી હતી. શુક્રવારે રાત્રે પંજાબ હાઉસિંગ સોસાયટીમાં થયેલા ધર્ષણમાં મહિલાના પતિ અને એક  આતંકીનુ મૃત્યુ થયું છે. ત્યાર બાદ પોલીસે તેની ધરપકડ કરી છે.

http://sambhaavnews.com/

You might also like