VIDEO: પાકિસ્તાનની જેલમાંથી 147 માછીમારો કરાયાં મુક્ત, 262 હજુ કેદમાં

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનની જેલમાંથી ભારતીય માછીમારોને મુ્ક્ત કરવામાં આવ્યાં છે. 147 જેટલા માછીમારોને પાકિસ્તાને મુક્ત કર્યા છે. આ માછીમારો આવતીકાલે વાઘા બોર્ડર પહોંચશે. માછીમારોની મુક્તિ એક દિવસ વહેલા કરવામાં આવેલ છે. આ તરફ માછીમારોનાં પરિવારજનોમાં ભારે ખુશીની લાગણી છવાઈ ગઈ છે. મહત્વનું છે કે મુક્ત થઈ રહેલા માછીમારોમાં સૌથી વધારે માછીમારો ગુજરાતનાં માછીમારો છે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને રવિવારનાં આજનાં રોજ 147 ભારતીય માછીમારોને મુક્ત કર્યા છે. આ લોકોને પાકિસ્તાની જળ ક્ષેત્રમાં કથિત રીતે માછલી પકડવાનાં આરોપને લઇ આઠ મહિના સુધી કરાંચીની એક જેલમાં બંધ કરી દેવામાં આવ્યાં હતાં.

મળતા સમાચારો અનુસાર પહેલા એવી માહિતી આવી હતી કે એમાં એવો દાવો કરવામાં આવ્યો છે. ડિસેમ્બરમાં પાકિસ્તાનનાં વિદેશ મંત્રાલય પ્રવક્તા મોહમ્મદ ફૈસલ દ્વારા એમની મુક્તિ માટે કરવામાં આવેલી જાહેરાત બાદ લગભગ 300 ભારતીય માછીમારોને આઠમી જાન્યુઆરી સુધી બે ચરણમાં મુક્ત કરવામાં આવશે.

આ પહેલા 28 ડિસેમ્બરનાં રોજ પાકિસ્તાને પ્રથમ હરોળમાં 145 ભારતીય માછીમારોને આઝાદ કર્યા હતાં કે જેમને આ જ રીતે આવા આરોપમાં જ કેદ કરી રાખવામાં આવ્યાં હતાં. મળતી માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે કે 147 માછીમારોને પરત મોકલવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જો કે જેલ અધિકક્ષ હસન સેહતોએ જણાવ્યું કે,”લગભગ 262 ભારતીય માછીમારો મલીર જેલમાં હજી પણ કેદ છે.”

You might also like