Categories: India

પઠાણકોટમાં નથી મળ્યા આતંકીઓના પાકિસ્તાની હોવાના પુરાવા: JIT

પઠાણકોટ: પઠાણકોટ હુમલાની તપાસ માટે ભારત આવેલી પાકિસ્તાની જેઆઇટીએ વતન ફરતાં જ એનઆઇએ અને ભારત સરકારને આંચકો આપ્યો છે. એનઆઇએના દાવાઓથી બિલકુલ વિરૂદ્ધ જેઆઇટીએ શનિવારે કહ્યું કે ભારતીય અધિકારીઓ તેમને આમ તો પુરાવા પુરા પાડવામાં અસફળ રહ્યાં છે, જે સાબિત કરી શકે કે પાકિસ્તાની આતંકવાદીઓએ એરબેસ પર હુમલો કર્યો હતો.

પાકિસ્તાની મીડિયામાં આ અહેવાલ આવ્યો છે. ‘જિઓ ન્યૂઝે’ જેઆઇટીના અંગત સૂત્રોનો હવાલો આપતાં કહ્યું છે કે પાકિસ્તાને તપાસકર્તાઓને સૈન્ય બેઝના મુખ્ય દ્વારાના બદલે એક સાંકડીથી અંદર લઇ જવામાં આવ્યા અને તેમની મુલાકાત 55 મિનિટની હતી. સૂત્રોના હવાલેથી સમાચારમાં કહેવામાં આવ્યું છે કે આટલા ઓછા સમયમાં જેઆઇટી કોઇ પુરાવા એકઠા કરી ન શકી.

અત્રે ઉલ્લેખનીય છે કે જેઆઇટીના સભ્યોએ 29 માર્ચના રોજ પઠાણકોટ એરબેસ પર થયેલી મુઠભેડના સ્થળ પર મુલાકાત લીધી હતી. અહીં રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઇએ)ના અધિકારીઓએ તેમને સૂચનાઓ આપી અને હુમલાવર જે માર્ગથી અંદર આવ્યા હતા તે બતાવ્યો. એનઆઇએના ડીજી સહ્રદ કુમારે શુક્રવારે કહ્યું કે જેઆઇટીને તપાસ એજન્સીને આતંકવાદીઓના ડીએનએ રિપોર્ટથી માંડીને ફોન કોલ સુધી તમામા પુરાવા સોંપી દીધા છે.

સૂત્રોના હવાલેથી કહેવામાં આવ્યું કે હુમલાની પૂર્વ સંધ્યા પર પઠાણકોટ એસબેસના પરિસરના 24 કિલોમીટર લાંબા વિસ્તારમાં લાઇટની સમસ્યા હતી. જો કે રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાની ટીમને ફક્ત બીએસએફ અને ભારતીય દળોની બેદરકારીની સૂચના આપવામાં આવી.

ભારતના પાંચ દિવસના લાંબા પ્રવાસ બાદ જેઆઇટી શુક્રવારે જ પાકિસ્તાન પરત ફરી છે. આ દરમિયાન હુમલા સંબંધિત પુરાવા તેમની સાથે શેર કરવામાં આવ્યા, જેમાં ચાર આતંકવાદીઓના ડીએનએ રિપોર્ટ, તેમની ઓળખ, જૈશ-એ-મોહંમદના આતંકવાદીઓની સંલિપ્તતા સાબિત કરનાર ફોન કોલ રેકોર્ડ સામેલ છે. એટલું જ નહી જેઆઇટીએ 16 લોકોના નિવેદન પણ નોંધ્યા છે.

તમને જણાવી દઇએ કે એક-બે જાન્યુઆરી દરમિયાનને રાત્રે પઠાણકોટ એરબેઝ પર થયેલા હુમલા બાદ સુરક્ષાબળોને બેસ સુરક્ષિત કરવામાં 80 કલાકનો સમય લાગ્યો હતો. આ આતંકવાદી હુમલામાં સાત જવાન શહીદ થયા, જ્યારે સુરક્ષાબળોએ પણ ચાર આતંકવાદીઓને ઠાર માર્યા હતા.

admin

Recent Posts

કોશિશ ચાલુ રહેશે, હાર નહીં માનું: નેહા શર્મા

અભિનેત્રી નેહા શર્માએ ૨૦૦૭માં તેલુગુ ફિલ્મ 'ચિરુથા'થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી અને ત્રણ વર્ષ બાદ ૨૦૧૦માં મોહિત સુરીની ફિલ્મ…

7 hours ago

બેઠાડું નોકરી કરો છો? તો હવે હેલ્ધી રહેવા માટે વસાવી લો પેડલિંગ ડેસ્ક

આજકાલ ડેસ્ક પર બેસીને કરવાની નોકરીઓનું પ્રમાણે વધી ગયું છે. લાંબા કલાકો બેસી રહેવાની ઓબેસિટી, ડાયાબિટીસ અને હાર્ટ ડિસીઝનું જોખમ…

7 hours ago

શહેરમાં ૧૮ ફાયર ઓફિસરની સીધી ભરતી સામે સર્જાયો વિવાદ

અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ફાયર બ્રિગેડની તંત્ર દ્વારા કરાતી ઉપેક્ષાનું સામાન્ય ઉદાહરણ વર્ષોથી સ્ટેશન ઓફિસર વગરના ફાયર સ્ટેશનનું ગણી શકાય…

7 hours ago

૨૬૦ કરોડનું ફૂલેકું ફેરવનાર ચીટર દંપતી વિદેશ નાસી છૂટ્યાંની આશંકા

અમદાવાદઃ થલતેજમાં આવેલ પ્રેસિડેન્ટ પ્લાઝામાં વર્લ્ડ ક્લેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની…

7 hours ago

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, વિવિધ યોજનાઓમાં દિવ્યાંગોને અપાશે અગ્રિમતા

ગાંધીનગરઃ ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં દિવ્યાંગોને વિવિધ યોજનામાં અગ્રિમતા આપવામાં આવશે. ભરતીમાં 4 ટકાનાં ધોરણે લાભ…

8 hours ago

ન્યૂઝીલેન્ડનાં ખેલાડી IPLનાં અંત સુધી રહેશે ઉપલબ્ધ

મુંબઈઃ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ (NZC)એ આઇપીએલની આગામી સિઝનમાં પોતાના ખેલાડીઓને આખી ટૂર્નામેન્ટ રમવાની મંજૂરી આપી દીધી છે. NZCના અધિકારી જેમ્સ વિયરે…

8 hours ago