Categories: World

યુદ્ધની શરૂઆત હંમેશા પાકિસ્તાને જ કરી છે : પાક સંરક્ષણ પ્રધાન

ઇસ્લામાબાદ : ભારતની સાથે પાકિસ્તાનનાં જેટલા પણ યુદ્ધો થયા છે તે ખુદ પાકિસ્તાને જ ચાલુ કર્યા છે. પાકિસ્તાનને ભારત તરફથી ક્યારે પણ ખતરો નથી રહ્યો. આવા કેટલાય અન્ય ખુલાસાઓ વાળો ઇન્ટરવ્યું હાલ સોશ્યલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. પાકિસ્તાનનાં પુર્વ સંરક્ષણ પ્રમુખ એર માર્શલ અસગર ખાન ખૈબર ન્યૂઝને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે પાકિસ્તાનનાં સંરક્ષણ પ્રમુખો ભ્રષ્ટ છે. તે પોતાનાં ફાયદા માટે યુદ્ધની ભાવનાઓ ભડકાવતા રહે છે. જ્યારે કોઇ પણ રીતે પાકિસ્તાનને ભારત સામે કોઇ ખતરો નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, અસગર ખાન 1957 થી 1965 સુધી પાકિસ્તાનનાં વાયુસેના પ્રમુખ રહ્યા. તેઓ 1965માં ભારત પાકિસ્તાન યુદ્ધ પહેલા રિટાયર્ડ થઇ ગયા હતા. પેતાના આ ઇન્ટરવ્યુમાં તેમણે આઝાદી બાદથી પાકિસ્તાનની તરફથી ભારતની વિરુદ્ધ અપનાવાયેલ તમામ વિરોધી નીતિઓ અંગે જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે અત્યાર સુધી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધનું કારણ પાકિસ્તાન હતું. તેમનાં અનુસાર જ્યારે વાયુસેના પ્રમુખ તરીકે તેઓને તે ખ્યાલ પણ નહોતો કે પાકિસ્તાન ભારતની વિરુદ્ધ યુદ્ધની તૈયારીઓ કરી રહ્યા છે.

1972નુ યુદ્ધ પણ પાકિસ્તાને જ શરૂ કર્યું
1972નાં યુદ્ધ અંગે જણાવતા અસગર ખાતે જણાવ્યું કે તે યુદ્ધ પણ પાકિસ્તાને જ ચાલુ કર્યું હતું. પાકિસ્તાને બાંગ્લાદેશમાં લોકોને મારવાનું ચાલુ કર્યું હતું. ત્યાર બાદ બાંગ્લાદેશનાં લોકોએ ભારત પાસે મદદ માંગી. ત્યાર બાદ ભારતને બાંગ્લાદેશની મદદ કરવા માટે પાકિસ્તાન સાથે યુદ્ધ કરવું પડ્યું. તેમણે ઇન્ટરવ્યુમાં કહ્યું કે તે લોકોને સાચુ જણાવવાનો પ્રયાસ કરતા હોય છે પરંતુલોકો તેની વાત સાંભળતા નથી. તેમણે કહ્યું કે મે નવાઝ શરીફને કહ્યું હતું કે પાકિસ્તાનને પરમાણુ બોમ્બની જરૂર નથી તેમ છતા પણ તેઓએ પરિક્ષણ કર્યું.

વાયુસેના પ્રમુખ હોવા છતા પણ નહોતી કરાઇ જાણ
1965 અંગે અસગર ખાને કહ્યું કે વાયુસેના પ્રમુખ હોવા છતા પણ તેને સમાચાર નહોતા આપવામાં આવ્યા કે પાકિસ્તાન યુદ્ધની તૈયારીઓ કરી રહ્યું છે. જો કે પાકિસ્તાનનાં અખનુરમાં તોપ મોકલવાનાં પગલાને તેમણે ખોટુ ઠેરવ્યું હતું. તેમનું કહેવું હતું કે ભારત ચુપ નહી રહે જો કે પાકે અખનુરમાં તોપ મોકલી. અને ભારતે વળતો પ્રહાર કર્યો. ત્યારે પણ યુદ્ધ પાકિસ્તાને જ ચાલુ કર્યું હતું.

Navin Sharma

Recent Posts

ગોવા સરકારનું નેતૃત્વ મનોહર પર્રિકર જ કરશેઃ અમિત શાહ

ન્યૂ દિલ્હીઃ તમામ વિવાદો પર વિરામ લગાવતા ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આખરે સ્પષ્ટ કરી દીધું છે કે, મનોહર પર્રિકર…

6 hours ago

મોઢેરા સૂર્યમંદિરમાં પ્રવેશ ફીનો ચાર્જ વધારતા પર્યટકોમાં રોષ

મહેસાણા: મોઢેરાનું ઐતિહાસિક સૂર્યમંદિર એ એક ઐતિહાસિક વારસો ધરાવે છે તેમજ દરેક નાગરિક આ વારસાથી પરિચિત છે. તેને જોવા માટે…

6 hours ago

આતંકવાદ અને વાતચીત એક સાથે ક્યારેય શક્ય ના બનેઃ બિપીન રાવત

ન્યૂ દિલ્હીઃ ભારતનાં આર્મી ચીફ જનરલ બિપીન રાવતે પાકિસ્તાનને સણસણતો જવાબ આપ્યો છે. આર્મી ચીફ બિપીન રાવતે નિવેદન આપતાં કહ્યું…

7 hours ago

ગણેશ વિસર્જન યાત્રાનાં નામે સુરતમાં PAAS અને SPGનું શક્તિપ્રદર્શન

સુરતઃ ગણેશ વિસર્જનની આડમાં SPG અને PAASએ સુરતમાં શક્તિ પ્રદર્શન કર્યું છે. અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિની મુખ્ય માંગ સાથે હજારો…

9 hours ago

વિઘ્નહર્તાની અશ્રુભીની વિદાય, વિસર્જનને લઇ બનાવાયાં ભવ્ય કૃત્રિમ તળાવો

વડોદરાઃ આજે ઠેર-ઠેર ભગવાન ગણેશજીનું વિસર્જન થશે અને બાપ્પાને આવતા વર્ષે જલ્દી આવવા માટેની ભક્તો દ્વારા વિનંતી પણ કરાશે. ત્યારે…

10 hours ago

વિશ્વની સૌથી મોટી હેલ્થ સ્કીમ લોન્ચ, મોદીએ કહ્યું,”હવે ગરીબ પણ કરાવી શકશે મોંઘી સારવાર”

ઝારખંડઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડની રાજધાની રાંચીથી કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી આયુષ્માન ભારત-રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશનનું શુભારંભ કરાવાયું. આ યોજના અંતર્ગત…

10 hours ago