UNમાં ભારતે ફરી ઉઠાવ્યો આતંકવાદનો મુદ્દો, બોલ્યા PoK ખાલી કરે પાકિસ્તાન

નવી દિલ્હીઃ પાકિસ્તાને આતંકી જૂથોને ભારત વિરૂદ્ધ તૈયાર કર્યા છે. પરંતુ હવે આ આતંકી સંગઠન દાનવ બની ગયા છે અને પાકિસ્તાન માટે જ મુશ્કેલરૂપ સાબિત થયા છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂત તેમજ પ્રતિનિધી અજીત કુમારે કહ્યું છે કે પાકે જે આતંકી જૂથોને પૈદા કર્યા છે. તેમના હાથે જ હવે  તે શિકાર બની રહ્યાં છે. ભારતે સંયુક્ત રાષ્ટ્રને કહ્યું છે કે તે પાકિસ્તાનની સુરક્ષા પરિષદના તે પ્રસ્તાવને મનાવવા માટે  જોર કરે કે પાકિસ્તાને કાશ્મીરના એક હિસ્સા પર પોતાના અયોગ્ય કબજાને છોડીને પરત ચાલ્યા જાવાનું હતું. ભારતે કહ્યું કે આ ખૂબ જ દુઃખદ બાબત છે કે પાકિસ્તાન આજે પણ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવોનું ખુલ્લેઆમ ઉલ્લધંન કરી રહ્યું છે અને ભારતની આંતરીક બાબતોનું ઉલ્લધન કરી રહ્યું છે. સાથે જ જમ્મુ કશ્મીર સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

માનવઅધિકાર પરિષદમાં 34માં સત્રને સંબોધિત કરવા સાથે અજીતકુમારે જમ્મુ તેમજ કશ્મીરને અસ્થિર કરવા મામલે પાકિસ્તાન પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું છે કે પાકિસ્તાન સીમા પર ઘૂસણખોરી, આતંકવાદને પ્રોત્સાહન આપીને, હિંસા માટે લોકોને ઉશ્કેરવા સાથે હિંસા ફેલાવીને જમ્મુ કશ્મીરમાં અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કુમારે કહ્યું છે કે આતંકવાદ માનવાધિકારનું ઘોર ઉલ્લઘન છે. પાકિસ્તાન વૈશ્વિક આતંકવાદના રૂપમાં ખતરનાક છે.

પાકિસ્તાને આતંકવાદને ભારત વિરૂદ્ધ પેદા કર્યું હતું. પરંતુ હવે આતંકી જૂથ તેના નિશાના પર છે. છેલ્લાં બે દશકથી દુનિયાના આતંકવાદીઓને પાકિસ્તાનમાં રહેવાની જગ્યા પ્રાપ્ત થઇ રહી છે. ભારતના અભિન્ન એવા જમ્મુ અને કાશ્મીરની અશાંતીનું મૂળ પાકિસ્તાન છે. સીમા પર આતંકવાદને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. કેન્દ્ર અને જમ્મુકશ્મીર સરકાર દ્વારા ઘાટીમાં શાંતી જળવાઇ રહે તે માટે અથાક પ્રયત્ન કરવામાં આવ્યાં છે. છતાં પાકિસ્તાન સમર્થિત હિંસા રોકાવાનું નામ લેતી નથી.

You might also like