PAK એ પંજાબ બોર્ડર પર ઊભું કર્યું 400 ફીટ ઊંચું ટાવર, ભારતની સુરક્ષા માટે જોખમ

અમૃતસર: અટારી બોર્ડરથી થોડાક અંતર પર જ પોતાની હદમાં પાકિસ્તાનએ ઇન્ટરનેશનલ ટ્રીટીનું વોયવેશન કરતાં ઊંચો ઝંડા લગાવવાના બહાને કેમેરા લેસ 400 ફીટ ઊંચું ટાવર ઊભું કરી દીધું છે. એને ભારતની સુરક્ષા માટે ખતરનાક માનવામાં આવી રહ્યું છે. જ્યારે બોર્ડરની આ તરફ ભારતનો ઝંડો લગાવવામાં આવ્યો હતો ત્યારે પાકિસ્તાન અને એની સુરક્ષા એજન્સીઓએ હોબાળો મચાવ્યો હતો. પરંતુ એમના આ કારનામા પર નવી દિલ્હી તરફથી અત્યાર સુધી કોઇ વાંધો વ્યક્ત કરવામાં આવ્યો નથી.

માર્ચ 2017માં એ સમયે લોકલ બોડીઝ મંત્રી અનિલ જોશીની પહલ પર અમૃતસર ઇમ્પ્રૂવમેન્ટ ટ્રસ્ટે 350 ફીટ ઊંચા અને 55 ટન વજની પોલ પર એક ક્વિંટલ વજનનો ઝંડો લહેરાવ્યો હતો. એની પર આશરે 3.50 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ઝંડા પર પાકિસ્તાને મોટો વાંધો વ્યક્ત કર્યો હતો અને એેને પોતાની સુરક્ષા માટે પડકારનો કરાર આપતાં આરોપો પણ લગાવ્યા હચા કે એમા કેમેરા ફીટ છે, પરંતુ એવું કશું હતું નહીં.

જો કે ઝંડાનું કાપડ વારંવરા ફાટતું રહ્યું અને પછી એને લહેરાવવાનો બંધ કરી દેવામાં આવ્યો. ત્યારબાદ ભારતને પડકાર આપતાં પાકિસ્તાનએ પોતાના વાઘા સરહદમાં થોડા અંતર દૂર સ્થિત પાર્કમાં ઝંડા લગાવવા માટે પોલની જગ્યાએ મોટું ટાવર ઊભું કરી દીધું છે.

પાકિસ્તાને ઝંડો લગાવવા માટે ટાવરના બહાને વોચ ટાવર લગાવી દીધું. ખાનગી એજન્સી પ્રમાણે આ ટાવરની ઊંચાઇ ભારતીય ઝંડાના પોલથી 50 ફીટ વધારે એટલે કે 400 ફીટ છે. પાકિસ્તાની મીડિયાએ એને દુનિયાનો સૌથી મોટો ઝંડો હોવાનો દાવો કર્યો છે. જાણવા મળી રહ્યું છે કે ટાવર લગાવવાનું કામ પૂરું કરી દેવામાં આવ્યું છે અને 14 ઓગસ્ટે પાકિસ્તાન પોતાની આઝાદી સમાગમ દરમિયાન એની પર એનો કોમી ઝંડો લહેરાવશે.

http://sambhaavnews.com/

You might also like