PAKએ ભારતને કહ્યું J&Kમાં બની રહેલ પાવર પ્રોજેક્ટ બંધ કરો

ઇસ્લામાબાદ : પાકિસ્તાને જમ્મુ કાશ્મીરમાં નિર્માણાધીન ભારતનાં એક પાવર પ્રોજેક્ટનો વિરોધ વ્યક્ત કર્યો છે. તેણે કહ્યું કે ભારતે કામ અટકાવી દેવું જોઇએ. તેના માટે પાકિસ્તાનની સંસદીય કમિટીઓએ એક પ્રસ્તાવ પણ પાસ કર્યો છે. તેના અનુસાર તત્કાલ પ્રભાવથી જમ્મુ કાશ્મીરમાં કિશનગંગા અને રાતલે પર બની રહેલા હાઇડ્રો પાવર પ્રોજેક્ટ અટકાવવા માટે કહેવામાં આવ્યું છે.

વર્લ્ડ બેંકને પણ આ મુદ્દે દખલ માટે અપીલ કરાઇ છે. ધ ડોનનાં રિપોર્ટ અનુસાર બંન્ને પાવર પ્રોજેક્ટ ઝેલન અને ચિનાબ નદી પર તૈયાર કરવામાં આવી રહ્યા છે. પાકિસ્તાનની નેશલ અસેમ્બલીનાં વિદેશી મુદ્દા અને જળ ઉર્જા સાથે જોડાયેલી સમિતીએ વર્લ્ડ બેંકને કહ્યું કે તે સિંધુ જળ સમજુતી અંગે બંન્ને દેશો વચ્ચેનો વિવાદ ઉકેલવા માટે કોર્ટ ઓપ આર્બિટ્રેશ સ્થાપિત કરે.

સિંધુ જળ સમજુતી હેઠળ આ વર્લ્ડ બેંકની જવાબદારી છે કે સમય ગુમાવ્યા વગર તે પોતાની ભુમિકા નિભાવે. પાકિસ્તાનમાં બે સમિતીઓનો જે પ્રસ્તાવ પાસ થો તેને સરકાર અને વિપક્ષના સભ્યો બહુમતીથી મંજુરી આપી હતી.

You might also like