LoC પર પાક.નું ફરી ફાયરિંગઃ ભારત દ્વ્રારા મોર્ટારથી હુમલો

જમ્મુ: પાકિસ્તાને ગઈ કાલે કરેલા હુમલામાં ભારતના ત્રણ જવાન શહીદ થયા હતા ત્યારે આજે પણ પાકિસ્તાન તરફથી એલઓસી પર હુમલા ચાલુ રહ્યા છે, જેમાં પુંચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ફાયરિંગ થતાં હાલ આ વિસ્તારમાં ભારે તંગદિલી ફેલાઈ જવા પામી છે, જોકે ભારતીય સેના તરફથી પણ મોર્ટારથી હુમલો કરવામાં આવી રહ્યો છે અને ફાયરિંગ પણ થઈ રહ્યું છે.

આજે સવારના નવ વાગ્યાથી જ સરહદ પારથી પાકિસ્તાન દ્વારા બાલાકોટ વિસ્તાર ઉપરાંત બીમબેર, કૃષ્ણા ખીણ અને નૌશેરા સેક્ટરમાં ફાયરિંગ શરૂ થઈ જતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી, જોકે વળતા પ્રહારરૂપે ભારતીય સેનાએ પણ ફાયરિંગ અને મોર્ટારથી હુમલો કરતાં હાલ આ વિસ્તારમાં સામસામે ફાયરિંગ ચાલુ છે. ગઈ કાલે મા‌િછલ સેક્ટરમાં ભારતના ત્રણ જવાન શહીદ થયા હતા. ત્યારબાદ ભારતીય સેનાએ તેનો જડબાતોડ જવાબ આપવાની જાહેરાત કરતાં પાકિસ્તાન તરફથી આજે પણ હુમલા ચાલુ રાખવામાં આવ્યા છે. હાલ આ વિસ્તારમાં ભારે તંગદિલી ફેલાઈ ગઈ છે.

દેશ માટે મારા પુત્રએ કુરબાની આપીઃ ચંદ્રસિંહ
પાકિસ્તાન તરફથી ગઈ કાલે થયેલા હુમલામાં શહીદ થયેલા સેનાના જવાન પ્રભુસિંહના પિતા ચંદ્રસિંહે જણાવ્યું કે તેમના પુત્રની શહીદી બાદ ભારતે તેનો આકરો જવાબ આપવો જોઈએ. મેં મારા અેકના એક પુત્રની દેશ માટે કુરબાની આપી છે અને મારા પુત્રના હત્યારાઓને સબક શિખવવા ફરીથી આર્મીમાં સામેલ થવા માગું છું. તેથી સરકારે પાકિસ્તાનને સબક શિખવવા કોઈ આકરો નિર્ણય લેવો જોઈએ.

visit : www.sambhaavnews.com

You might also like