‘પાકીઝા’ ફેમ ગીતા કપૂરનું થયું નિધન, છેલ્લી ઘડી સુધી જોઈ સંતાનોની રાહ

વરિષ્ઠ અભિનેત્રી ગીતા કપૂર સવારે 9 વાગ્યે અવસાન પામ્યા હતા. ફિલ્મ નિર્માતા અશોક પંડિત દ્વારા આ સમાચારની પુષ્ટિ મળી છે. એવું કહેવાય છે કે 57 વર્ષીય અભિનેત્રી એક વર્ષ પહેલા તેના બાળકો હોસ્પિટલમાં છોડીને જતા રહ્યા હતા. ત્યારથી, નિર્માતા અશોક તેમની સંભાળ લે છે. ફિલ્મ ‘પાકીઝા’ માં, તેમણે તેમના સમયના પ્રખ્યાત સ્ટાર રાજકુમાર સાથે કામ કર્યું હતું.

નિર્માતા અશોકના જણાવ્યા મુજબ, ‘અમે ગીતાજીને તંદુરસ્ત બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા પણ આજે આપણે તેમને ગુમાવ્યા છે અને તેઓ મૃત્યુ પામ્યા છે. તેઓ તેમના છેલ્લા સમય સુધી બાળકોની રાહ જોઈ રહ્યા હતા પરંતુ એક વર્ષ સુધી તેમને મળવા કોઈ આવ્યું ન હતું. ગત શનિવારે અમે તેને ખુશ કરવા માટે એક નાની પાર્ટી પણ રાખી હતી પરંતુ તે દિલથી ખૂબ ઉદાસ હતા. માત્ર એક વાર તે પોતાનાં બાળકોને મળવા માંગતા હતા.’ તમને જણાવી દીએ કે અશોકે ગીતાના મૃત્યુના સમાચાર ટ્વિટ કર્યા છે અને તેના શરીરના ફોટાઝ પણ શેર કર્યા છે.

આ સાથે તેમણે લખ્યું છે કે ‘તેનું શરીર 2 દિવસ માટે વિલે પાર્લેના કૂપર હોસ્પિટલમાં રાખવામાં આવશે. આશા છે કે તેમના સંતાનો તેમની અંતિમ વિધિઓ માટે આવશે. નહિંતર, અમે સંપૂર્ણ આદર સાથે તેમને અંતિમ વિદાય આપીશું. અમને મદદ કરવા ડૉ. ત્રિપાઠી, એસઆરવી હોસ્પિટલ અને મુંબઈ પોલીસ, લાઇફ આશા ઓલ્ડ હોમનો આભાર.’

અહીં, ગીતા કપૂરે તેમના જીવનકાળ દરમિયાન 100 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે પરંતુ તેમને ખાસ માન્યતા ફિલ્મ ‘પાકીઝા’ થી મળી હતી જેમાં તેણે રાજકુમારની બીજી પત્નીની ભૂમિકા ભજવી હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ, તેમને એક દિકરો છે જે એક કોરિયોગ્રાફર છે અને એક પુત્રી છે જે એર હોસ્ટેસ છે. ગત વર્ષે તે બાળકોને છોડવા માટે ઘણી ચર્ચામાં હતી જે પછી અશોક પંડિત અને ફિલ્મ નિર્માતા રમેશ તૌરાનીએ ગીતાના હોસ્પિટલના બિલની ચુકવણી કરી હતી. તેઓ તેને મળવા વારંવાર હોસ્પિટલમાં જતા હતા.

Janki Banjara

Recent Posts

આજ કલ તેરે મેરે પ્યાર કે ચર્ચે હર જબાન પર

વાત ભલે શહેરમાં તેમના લંચની હોય કે સોશિયલ મીડિયા પર તેમની પોસ્ટની. આપણા બોલિવૂડ સ્ટાર્સ ક્યારેય ખૂલીને વાત કરતા નથી.…

21 hours ago

નવા બાપુનગરમાં ગેરકાયદે ચાલતા ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશઃ ત્રણ ઝડપાયા

અમદાવાદ: શહેરના નવા બાપુનગર વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં ગેરકાયદે ચાલી રહેલ ડબ્બા ટ્રે‌િડંગનો પર્દાફાશ ક્રાઇમ બ્રાંચે કરતાં ત્રણ લોકોની ધરપકડ…

21 hours ago

ધો.12ની પરીક્ષાનાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ, 21મીથી લેટ ફી ભરવી પડશે

અમદાવાદ: આગામી માર્ચ મહિનામાં લેવાનારી ધો.૧ર કોમર્સ, સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે હાલ વિદ્યાર્થીઓનાં આવેદનપત્રો ભરવાની કામગીરી ચાલી રહી…

21 hours ago

સાબરમતીના કિનારે બુદ્ધની 80 ફૂટની પ્રતિમાનું નિર્માણ કરશે

ગાંધીનગર:  દેશના સૌથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીના રાજ્યમાં નિર્માણ થયા બાદ હવે અમદાવાદ શહેરની નજીક સાબરમતી નદીના કિનારે વિરાટ ૮૦ ફૂટની…

21 hours ago

ગાંધીનગર જતાં હવે હેલ્મેટ પહેરજો આજથી ઈ-મેમો આપવાનું શરૂ

અમદાવાદ: અમદાવાદથી ગાંધીનગર જતા હજારો નાગરિકોએ હવે આજથી ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરવું પડશે. ગાંધીનગરની હદમાં પ્રવેશતાં જ વાહનચાલક સીસીટીવી…

21 hours ago

મ્યુનિ. કોર્પોરેશનના લાભાર્થીના ઘૂંટણ- થાપાના રિપ્લેશમેન્ટની સહાયમાં ઘટાડો

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, પેન્શનરો, કોર્પોરેટરો અને તેમના આશ્રિતોની સારવાર દરમ્યાન અપાતી ઘૂંટણ અને થાપાની ઇમ્પ્લાન્ટ…

21 hours ago