Loc પર વધતાં તણાવ બાદ પાકિસ્તાને યૂએન પાસે માંગી મદદ

શ્રીનગર: એલઓસી પર ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતાં તણાવ બાદ હવે પાકિસ્તાને યૂએનની મદદ માંગી છે. પાકિસ્તાને યૂએન પાસેથી મદદની માંગણી કરી છે અને કહ્યું છે કે આ પહેલા બંને દેશો વચ્ચેનો તણાવ ભયંકર સંકટનું રૂપ લઇ લે યૂએનએ હસ્તક્ષએપ કરવું જોઇએ.

પાકિસ્તાનના દૂત મલીહા લોદીએ મહાસચિવ જાન ઇલાસન અને કેબિનેટ સચિવ જનરલ એડમાન્ડ મૂલેટ સાથે મુલાકાત કરી અને આરોપ લગાવ્યો છે કે આંતરરાષ્ટ્રીય સુરક્ષા અને શાંતિ પર એલઓસીનો તણાવ જોખમ છે. તેમણે યૂએનના પાકિસ્તાનને લઇને પરમેનેન્ટ નિશાનને રજૂ પોતાના નિવેદનમાં કહ્યું છે કે ભારત એલઓસી પર તણાવ વધી રહ્યું છે. એનાથી એમનો ઉદેશ કાશ્મીરમાં થઇ રહેલા માનવાધિકાર હનનથી ઇન્ટરનેશનલ સમુદાયનું ધ્યાન ભટાકાવવાનો હતો. યૂએનના ડિપાર્ટમેન્ટ ઓફ પીસએ યૂનાઇટેડ નેશનસ મિલટ્રી નું ગ્રુપ બનાવી રાખ્યું જેનો ઉદેશ ભારત અને પાકિસ્તાનમાં એલઓસી અને સીમા પર તણાવ ઓછો કરવાનો હતો.

નોંધનીય છે કે પાકિસ્તાન આર્મીએ કાલે કહ્યું હતું કે ભારતીય ગોળીબારમાં તેના સાત લોકો માર્યા ગયા હતા. તણાવ ત્યારે શરૂ થયો હતો જ્યારે ભારતે કહ્યું હતું કે સીમા પર માર્યા ગયેલા તેના ત્રણ સૈનિકો અને એક સૈનિકનું શવને ક્ષતવિક્ષત કરવાની પ્રતિશોધ પાકિસ્તાન તરફથી લેવામાં આવશે. તો પાકિસ્તાને કહ્યું હતું કે ભારતો આ દાવો ખોટો છે કે પાકિસ્તાન જવાનોએ ભારતીય જવાનના શવ સાથે બર્બરતા કરી છે.

You might also like