હોમ લોન લીધા બાદ જો મૃત્યુ થઇ જાય તો EMI કોણ ભરશે?

0 17

હોમ લોન એટલે કે ઘરમાટે લેવામાં આવતું એક પ્રકારનું ઋણ. એવામાં જો હોમ લેનારનું આકસ્મિક મૃત્યું થઇ જતાં બાકી રહેતી રકમ કોણ ચૂકવે અને તેને લઇને ભારત સરકાર તરફથી કોઇ નિયમ છે ખરો? શું કાનૂની વારસદાર જ આ લોન ચૂકવી શકવા માટ જવાબદાર છે કે બીજું કોઇ. તો ચાલો જાણીએ કે હોમ લોન લેનારના મૃત્યુ પછી કોણ લોનની ભરપાઇ કરી શકે છે.

મૃત્યુ બાદ લોન ચુકવણી માટે જવાબદાર વ્યક્તિ
જો તમે ઘર બનાવવા લોન લીધી હોય અને તેની ચૂકવણી અગાઉ જ મૃત્યુ થાય તો તમારા વારસદારે બાકીની લોનની ભરપાઇ કરવી પડે છે. એવામાં જો તમે તમારા વારસદાર માટે કોઇ સંપત્તિ નહી હોય તો તેને ઘણી મુશ્કેલી પડી શકે છે.

જો લોન લેનાર વ્યક્તિ બિમાર થઇ જાય અથવા બીજા કોઇ કારણોસર લોન ભરપાઇ ન કરી શકે ત્યારે તેને લોન લીધેલી સંસ્થા તેમજ તેની પોલીસ અનુસાર તેનો હલ વિચારવો પડે.

લોનધારકનું મૃત્યું થઇ જાય તેવા સંજોગો પર બેન્ક શું કરે છે ?
જો લોનધારકના સહ-અરજદાર હોય તો તેને બાકી લોનની ચૂકવણી કરવાની જવાબદારી સંભાળવી પડે છે અને બેંકને જાણ કરવી પડે છે કે લોનધારકનું મૃત્યું થયું છે. લોનધારકના નામ પર વિમો વગેરે હોય તો તેની રકમનો કલેમ કરી લોન ભરપાઇ કરવાની સલાહ દરવખતે બેંક દ્વારા આપવામાં આવે છે. જેને લઇને વારસદારને અથવા સંપત્તિધારકને આસાની રહે છે.

આમ, તમે જ્યારે પણ હોમલોન લો ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખી તમે કોઇપણ વિષમ પરિસ્થિતિને ધ્યાનમાં રાખે સૌથી વધુ રીર્ટન આપતો અને તમારા બાદ તમારા પરિવારને રાહત મળે તેવો વિમો લઇ રાખવો.

loading...

Leave A Reply

Your email address will not be published.