VIDEO: સુરતમાં VHP દ્વારા ફિલ્મ “પદ્માવત”નો ઉગ્ર વિરોધ, P.Iને ચઢાવ્યા ધક્કે

સુરતઃ ફિલ્મ “પદ્માવત”નો રાજ્યભરમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. પરંતુ સુરતમાં વિરોધનાં નામે VHPનાં કાર્યકરો ભારે ગુંડાગીરી પર ઉતરી આવ્યાં છે અને રક્ષક સાથે જ તેઓએ દૂરવ્યવહાર કર્યો છે. સુરતનાં કાપોદ્રાનાં આ દ્રશ્યો છે.

જ્યાં ફિલ્મનો વિરોધ કરી રહેલા VHPનાં કાર્યકરોને સમજાવવા ગયેલા કાપોદ્રાનાં જ પી.આઈ વી.કે.પટેલની સાથે દૂરવ્યવહાર કરવામાં આવ્યો. પી.આઈ વી.કે.પટેલને ધક્કે ચઢાવ્યાં હતાં. આ વિરોધ કેવાં પ્રકારનો થઈ રહ્યો છે. શું હકીકતમાં ફિલ્મ પદ્માવતનો જ વિરોધ થઈ રહ્યો છે કે પછી માત્ર કાયદા-વ્યવસ્થાને ખોરવાનું કામ થઈ રહ્યું છે.

સુરતમાં VHP દ્વારા ફિલ્મ “પદ્માવત”નો વિરોધ
ટોળાને વિરોધ કરતા અટકાવવા ટોળાએ P.Iને ચડાવ્યા ધક્કે
P.Iએ એકલા હાથે ટોળા સામે ભીડી બાથ

You might also like