રાજસ્થાન: કોટામાં પદ્માવતીનું ટ્રેલર દર્શાવતા થિયેટરમાં તોડફોડ, કરણીસેનાની ગુંડાગર્દી

0 5

રાજસ્થાનઃ પદ્માવતી ફિલ્મને લઈને રાજસ્થાનમાં ઉગ્ર માહોલ છે. કોટામાં કરણી સેનાનાં સમર્થકનો ગુસ્સો એક થિયેટર પર ઉતર્યો હતો. જેમણે પદ્માવતીનું ટ્રેલર દર્શાવ્યું હતું.

કરણી સેનાનાં કેટલાંક સમર્થકોએ કોટાનાં મોલમાં સ્થિત થિયેટરમાં ભારે તોડફોડ મચાવી હતી. કરણીસેનાનાં સમર્થકોએ અહીં તોડફોડ કરી થિયેટરની પ્રોપર્ટીને ઘણું જ મોટું નુકસાન પહોંચાડ્યું હતું.

મહત્વની બાબત તો એ છે કે કરણીસેનાનો એટલો ડર છે કે રાજસ્થાનનાં ડિસ્ટ્રીબ્યૂટર્સે પદ્માવતી ફિલ્મ દર્શાવવાની જ ના પાડી દીધી છે. જો કે પોલીસે આ મામલે તે જ સમયે ઘટનાસ્થળે પહોંચીને પ્રદર્શનકારીઓને ધકેલી દીધાં હતાં. તેમાંનાં 8 લોકોની ધરપકડ કરવામાં પણ આવી હતી. સાથે કેટલાંક વાહનો પણ જપ્ત કરવામાં આવ્યાં.

તો બીજી બાજુ જયપુરમાં પણ રાજપૂત મહિલાઓ દ્વારા પણ પદ્માવતી ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો છે. પદ્માવતી ફિલ્મનાં વિરોધમાં રાજપૂત મહિલાઓ રસ્તા પર ઉતરી આવી હતી. રાજપૂત મહિલાઓ ફિલ્મનાં પ્રિ-સ્ક્રિનીંગની માગ કરી રહી છે.

રાજપૂત મહિલાઓની એવી માગ છે કે નિર્માતાએ રાજપૂત સમુદાય માટે અલગથી ફિલ્મ સ્ક્રિનીંગ રાખવું જોઈએ. તેમનાં સૂચનોને આધારે એડિટિંગ થવું જોઇએ અને બાદમાં જ આ ફિલ્મ રિલીઝ કરવી જોઈએ.

loading...

Leave A Reply

Your email address will not be published.