રણવીર અકસ્માતમાં માંડ માંડ બચ્યો, દિપીકાએ વિચાર્યા વગર જ ડ્રાઈવરને કાઢી મૂક્યો..

0 111

બોલિવૂડ અભિનેતા રણવીર સિંહનો તાજેતરમાં જ અકસ્માત થયો છે, અને રણવીર સિંહ માંડ માંડ બચ્યો છે. જાણવા મળી રહ્યું છે કે, રણવીર સિંહ પોતાની કારમાં જઈ રહ્યો હતો, ત્યારે જ તેના ડ્રાઈવરે કાબૂ ગુમાવતા ગાડી એક દિવાલે ટકરાઈ હતી.

એટલામાં બીજી કારે પણ પાછળથી રણવીરની ગાડીને ટક્કર મારી હતી. જેથી કારને આગળ અને પાછળ એમ બંને સાઈડ નુકશાન થયું હતું. જો કે રણવીરને સામાન્ય ઈજા થઈ હતી, પણ બચી ગયો હતો.

રણવીર સિંહ પણ પોતાના ડ્રાઈવર પર ગુસ્સે થયો હતો અને તેને ખરીખોટી સંભળાવી હતી. જો કે રણવીર કરતા પણ દિપીકાના રિએક્શન જોવા જેવા છે. દિપીકા પાદુકોણને જ્યારે રણવીર સિંહના એક્સીડન્ટની ખબર પડી ત્યારે તેણે ડ્રાઈવરને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. દિપીકા પાદુકોણે પણ ડ્રાઈવરને સંભળાવ્યું હતું.

એવું પણ જાણવા મળી રહ્યું છે કે થોડા દિવસો પહેલા પણ રણવીર સિંહનો અકસ્માત થયો ત્યારે દિપીકા તેની સાથે જ હતી. તે વખતે પણ ગાડી આ જ ડ્રાઈવર ચલાવી રહ્યો હતો, તેથી દિપીકાએ ડ્રાઈવરને કાઢી મૂકવાનો જ નિર્ણય લઈ લીધો.

જો કે રણવીર અને દિપીકા એકબીજાને કેટલો બધો પ્રેમ કરે છે, તે કોઈનાથી છૂપું નથી. રણવીર અને દિપીકા હવે જાહેરમાં પણ એકબીજા પ્રત્યે બોલવા લાગ્યા છે, તો એકબીજાની વાતો પણ કરવા લાગ્યા છે. એવામાં દિપીકાને રણવીરની ચિંતા થાય તે સ્વાભાવિક છે.

loading...

Leave A Reply

Your email address will not be published.