ગંભીર સમસ્યાને હળવાશથી રજૂ કરવામાં ‘પેડમેન’ સફળ

આર. બાલ્કીનું ડિરેક્શન વખાણવાલાયક છે. ફિલ્મમાં કોમેડી અને ગંભીર મુદ્દા બહુ સરળ રીતે રજૂ કરવામાં આવ્યા છે. ફિલ્મની ખાસિયત તેના ડાયલોગ છે. અક્ષયકુમાર દરેક સીનમાં ખૂબ જ ડેશિંગ લાગી રહ્યો છે. હું આ ફિલ્મને ૩.પ સ્ટાર આપીશ.
ગજ્જર અૈશ્વર્યા, રાણીપ

ફિલ્મમાં કોમેડી-ટ્રેજેડી છે અને અક્ષયકુમારની એક્ટિંગ કમાલની છે તો બીજી તરફ રાધિકા આપ્ટે તથા સોનમ કપૂરે પણ તેમનો રોલ બખૂબી સાથે નિભાવ્યો છે. અન્ય સ્ટાર્સનું કામ પણ વખાણવાલાયક છે. હું આ ફિલ્મને ત્રણ સ્ટાર આપીશ.
ખુશબૂ પટેલ, ગાંધીનગર

આ ફિલ્મનું સંગીત ઘણું સારું છે. સ્ક્રિપ્ટરાઈટિંગ પણ સારું કરવામાં આવ્યું છે. અક્ષય તથા રાધિકાની કે‌િમસ્ટ્રી જોવાલાયક છે. મ્યુઝિ‌િશયન પરીના રોલમાં સોનમ કપૂરે જબરદસ્ત કામ કર્યું છે. અક્ષયકુમારે ફિલ્મમાં પેડમેનના રોલમાં પરફેકટ પર્ફોર્મન્સ આપ્યું છે. હું આ ફિલ્મને ૩.પ સ્ટાર આપીશ.
કાજલ પટેલ, ગાંધીનગર

આજે પણ ભારતના કેટલાય હિસ્સામાં મહિલાઓ પિરિયડના સમયે ગંદા કપડાનો ઉપયોગ કરે છે તે આગળ જઈને અનેક બીમારીનું રૂપ લઇ શકે છે. આ કારણે તે પત્ની સહિત પરિવારની અન્ય મહિલાઓ માટે સસ્તા સેનેટરી પેડ બનાવે છે. હું આ ફિલ્મને ચાર સ્ટાર આપીશ.
દર્શિલ ગજ્જર, મેઘાણીનગર

‘પેડમેન’ ફિલ્મની વાર્તા મજબૂત છે. ફિલ્મમાં અનેક એવી ક્ષણો છે, જે તમને ખડખડાટ હસાવશે. આ ઉપરાંત ‘આજ સે તેરી’ જેવાં ગીતો સાંભળવાની પણ મજા આવે છે. સમાજની આંખો ઉઘાડતી આ ફિલ્મ જરૂર જોવા જેવી છે. હું આ ફિલ્મને ત્રણ સ્ટાર આપીશ.
અવિરલ ત્રિપાઠી, મણિનગર

ભારતીય સમાજમાં આ મુદ્દે જ્યાં લોકો બોલતાં પણ શરમાય છે એ જ મુદ્દા પર ફિલ્મ બનાવવાનો પ્રયાસ સરાહનીય છે, સાથે જ આ ફિલ્મ અક્ષયકુમાર અને રાધિકા આપ્ટે અને સોનમ કપૂરના શાનદાર પર્ફોર્મન્સ માટે પણ જોઈ શકાય તેમ છે. ફિલ્મમાં એવા અનેક સીન છે, જે ચહેરા પર સ્માઇલ લઈ આવે છે. હું આ ફિલ્મને ચાર સ્ટાર આપીશ.
જયરામ આહીર, બોપલ

You might also like