VIDEO: રાજપુત સમાજનાં યુવકો દ્વારા ફિલ્મ “પદ્માવત”નો વિરોધ

અમદાવાદઃ ફિલ્મ “પદ્માવત”નો દેશભરમાં વિરોધનો વંટોળ હાલ સમગ્ર જગ્યાએ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં પણ રાજપૂત સમાજનાં યુવકો દ્વારા ઉગ્ર વિરોધ જોવા મળ્યો. શહેરનાં ઈન્કમટેક્ષ વિસ્તારમાં યુવકોએ સંજય લીલા ભણસાલી સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યો હતો અને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

આ મામલે પોલીસે 10 યુવકની અટકાયત પણ કરી છે. ઉલ્લેખનીય છે કે સંજય લીલા ભણસાલીની ફિલ્મ “પદ્માવત”ને લઇ હાલ સમગ્ર દેશભરમાં ભારે ઉગ્ર વિરોધ જોવાં મળી રહ્યો છે. ત્યારે હવે પોલીસ પણ આ મામલે એક્શનમાં જોવાં મળી રહી છે. તેઓએ સમગ્ર થિએટરો બહાર પણ કડક સુરક્ષાવ્યવસ્થા ગોઠવી દીધી છે.

જેને લઇ અમદાવાદમાં રાજપૂત સમાજનાં કેટલાંક યુવકોએ ફિલ્મ “પદ્માવત”નો ઉગ્ર વિરોધ કર્યો હતો જેથી આ મામલે પોલીસે 10 યુવકોની અટકાયત પણ કરી છે. તેમજ આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે.

You might also like