VIDEO: “પદ્માવત”ની ટિકીટ બુક કરાવનાર યુવકને મારનાર આરોપીઓને મળ્યાં જામીન

ભરૂચઃ ફિલ્મ “પદ્માવત” જોવા મુંબઈમાં ફિલ્મની ટિકિટ બુક કરાવવા મામલે એક યુવકને માર મારવાનો વીડિયો વાયરલ થયો હતો. જે મામલે ભરૂચ જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

અંકલેશ્વર જીઆઈડીસીમાં ગલ્લા પર ઉપેન્દ્રસિંહ જાદવ નામનાં યુવકે મુંબઈમાં ટિકિટ બુક કરાવી હોવાનું જણાવતા ભાર્ગવસિંહ અને રણજીતસિંહ નામનાં બે યુવકે ઉપેન્દ્રસિંહને માર માર્યો હતો અને તેનો વીડિયો વાયરલ કર્યો હતો. જે મામલે પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી હતી. જો કે હાલ આરોપીઓ જામીન પર મુક્ત થયાં છે.

ભરૂચમાં ફિલ્મ “પદ્માવત” યુવકને માર મારવાનો મામલો
GIDC પોલીસે કરી 2 આરોપીની ધરપકડ
બંને આરોપીઓ જામીન પર થયાં મુક્ત
આરોપીઓએ યુવકને માર્યો હતો માર

You might also like