VIDEO: ફિલ્મ “પદ્માવત”નાં વિરોધમાં રાજપૂત સમાજનાં સમર્થનમાં PAASનાં કાર્યકરો જોડાયાં

પાટણઃ ફિલ્મ “પદ્માવત”નાં વિરોધમાં રાજપૂત સમાજનાં સમર્થનમાં હવે PAASનાં કાર્યકરો પણ જોડાયાં છે. ફિલ્મને રજૂ ન દેવા માટે પાટણ જિલ્લા કલેકટર કચેરીએ તેઓએ વિરોધ નોંધાવ્યો છે અને વિરોધ બાદ PAASનાં કાર્યકરોએ જિલ્લા નાયબ ચૂંટણી અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ફિલ્મ “પદ્માવત”ને લઇ સમગ્ર દેશભરમાં કરણી સેના અને રાજપૂત સમાજનાં યુવકો દ્વારા ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે. ત્યારે હવે રાજકોટમાં રાજપૂત મહિલાઓ પણ આ ફિલ્મને લઇ ઉગ્ર વિરોધ કરવાની ચીમકી આપી છે તેમજ ફિલ્મ થિએટરોમાં રિલીઝ નહીં થવા દઇએ તેવી પણ ચીમકી આપી છે. ફિલ્મ તારીખ 25 જાન્યુઆરીનાં રોજ હવે રિલીઝ થવા જઇ રહી છે. જેનો કરણી સેના દ્વારા ઠેર-ઠેર વિરોધ દર્શાવાઇ રહ્યો છે.

ફિલ્મ “પદ્માવત”નો પાટણમાં ઉગ્ર વિરોધ
રાજપૂત સમાજનાં સમર્થનમાં PAASનાં કાર્યકરો જોડાયા
ફિલ્મને રજૂ ન થવા દેવા મામલે કલેકટર કચેરીએ નોંધાવ્યો વિરોધ
PAASનાં કાર્યકરોએ નાયબ ચૂંટણી અધિકારીને આપ્યું આવેદન પત્ર

You might also like