Categories: Gujarat

બોટાદમાં આજે હાર્દિક પટેલની આગેવાનીમાં PAASની ચિંતન શિબિર, નવી કોર કમિટિની રચના કરાશે

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલની આગેવાની હેઠળ આજે બોટાદમાં ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ ચિંતન શિબિરમાં પાસની નવી કોર કમિટીની રચના કરવામાં આવશે. હાલના નવ સભ્યોનાં માળખાના બદલે સભ્યસંખ્યા વધારીને ર1 કે 31 કરવામાં આવશે.

મહત્વનું છે કે, પાસની કોર ટીમના નવ સભ્યો પૈકી લલિત વસોયા અને કિરીટ પટેલ ધારાસભ્ય પદે ચૂંટાયા છે. જ્યારે દિનેશ બાંભણિયાએ રાજીનામું આપ્યું છે અને વરૂણ પટેલ તેમજ રેશમા પટેલ ભાજપમાં જોડાયા હોવાથી બોટાદની ચિંતન શિબિરમાં નવી કોર કમિટીનું ગઠન કરવામાં આવશે.

દિનેશ બાંભણિયાનો કોર કમિટીમાં સમાવેશ કરવો કે કેમ તે અંગે પાસના આશરે 1પ00 કન્વીનરો અને હોદ્દેદારો ઠરાવ પસાર કરીને નિર્ણય કરશે.

પાસમાં હવે પછી જિલ્લા અને તાલુકા સ્તરની કમિટીનું ગઠન પણ કરવામાં આવશે. જોકે જે તે કમિટીનાં મુખ્ય હોદ્દેદારને પ્રમુખ જેવું નામ આપવાના બદલે સમાજ અગ્રણી જેવો હોદ્દો આપવામાં આવશે.

સુરત અને મહેસાણા જેવા શહેરી વિસ્તારમાં આ આંદોલનને વધુ વેગ આપવા માટે ખાસ ભાર મુકવામાં આવશે. પાટીદાર પ્રભાવિત ગામડાંઓની શુભેચ્છા મુલાકાત લેવામાં આવશે.

divyesh

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

2 days ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

2 days ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

2 days ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

2 days ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

2 days ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

2 days ago